કોચ કુંબલેને લીધે ઘણો ફરક પડી રહ્યો છે : રાહુલ

Published: Sep 27, 2020, 13:46 IST | Agency | Sharjah

કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલને લાગે છે કે અનિલ કુંબલે જેવા અનુભવી ટીમના કોચ હોવાથી ટીમના યુવા અને અનુભવી બન્નેને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

અનિલ કુંબલે અને કેએલ રાહુલ
અનિલ કુંબલે અને કેએલ રાહુલ

કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલને લાગે છે કે અનિલ કુંબલે જેવા અનુભવી ટીમના કોચ હોવાથી ટીમના યુવા અને અનુભવી બન્નેને ઘણો ફાયદો થઈ રહ્યો છે. રાહુલે કોચનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘અનિલ કુંબલે જેવી અનુભવી વ્યક્તિ હોવાથી અમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેઓ ફ્રૅન્ચાઇઝીના કૅપ્ટન પણ રહી ચૂક્યા છે, લીગમાં રમ્યા પણ છે અને તેમને ઘણાં વર્ષોનો અનુભવ પણ છે. દરેક પ્લેયર કેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એ વાત તેઓ બરાબર સમજે છે. હવે તેઓ કોચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે જે પહેલી વાર કૅપ્ટન્સી કરી રહેલા મારા જેવા કૅપ્ટન માટે ઘણા મદદરૂપ સાબિત થાય છે. વધુમાં અમે બન્ને એક જ શહેરમાંથી હોવાથી તેમણે મને મોટો થતો જોયો છે એ વાતનો પણ મને ઘણો લાભ મળે છે.’

કૅપ્ટન પણ રવિ પર ફિદા

લિસ્ટલ માસ્ટર બિશ્નોઈનાં વખાણ કરતાં કૅપ્ટન રાહુલે કહ્યું હતું કે ‘ખરાબ શરૂઆત પછી તેણે જે રીતે કમબૅક કર્યું એ મને બહુ ગમ્યું હતું. મેં અન્ડર-19 વર્લ્ડ કપ જોયો હતો. તે ફાઇટર છે. હું જ્યારે પણ તેને બોલિંગ માટે કહું છું ત્યારે તે તેનું બેસ્ટ કરવા તત્પર હોય છે. તે બૅન્ગલોર સામે શરૂઆતમાં ફિન્ચ, ડિવિલિયર્સ જેવા ખેલાડીઓ સામે બોલિંગ કરતી વખતે નર્વસ હતો પણ એમાંથી એક વાર પસાર થઈ ગયા બાદ તેણે કમાલ કરી હતી.’

ગેઇલને અવગણવાનું નથી ગમી રહ્યું

યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઇલને પ્રથમ બે મૅચમાં ટીમમાં ન સમાવવા વિશે રાહુલે કહ્યું હતું કે ‘ટી૨૦ ક્રિકેટમાં ગેઇલ સૌથી મોટો મૅચ-વિનર છે અને તેને ન રમાડવાનો નિર્ણય અમારે માટે ખૂબ અઘરો છે. લૉકડાઉન બાદ તે જે રીતે ફિટ થઈ રહ્યો છે અને બૉલને પણ ફટકારી રહ્યો છે એ જોતાં તે ટુર્નામેન્ટમાં ટીમ માટે મોટો ભાગ ભજવવાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK