Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હસીન જહાંએ શૅર કરી ન્યૂડ તસવીર,મોહમ્મદ શમી માટે લખ્યો સંદેશ,લોકો ભડક્યા

હસીન જહાંએ શૅર કરી ન્યૂડ તસવીર,મોહમ્મદ શમી માટે લખ્યો સંદેશ,લોકો ભડક્યા

31 May, 2020 02:58 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હસીન જહાંએ શૅર કરી ન્યૂડ તસવીર,મોહમ્મદ શમી માટે લખ્યો સંદેશ,લોકો ભડક્યા

હસીન જહાંએ શૅર કરી ન્યૂડ તસવીર

હસીન જહાંએ શૅર કરી ન્યૂડ તસવીર


હસીન જહાં પોતાના વીડિયોઝ અને તસવીર માટે સતત ચર્ચામાં છે. આ વખતે તેણે પોતાની એક ન્યૂડ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. તેની સાથે જ તેણે ક્રિકેટર પતિ મોહમ્મદ શમી માટે એક મેસેજ પણ લખ્યો છે.

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક ન્યૂડ તસવીર શૅર કરીને બધાંને ચોંકાવી દીધું છે. આ તસવીરમાં તેની સાથે જે વ્યક્તિ છે તે શમી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે તસવીરને લઈને શમીના ચાહકો હસીન જહાં પર ખૂબ જ ગુસ્સે થયા છે. લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.



પતિ માટે લખ્યો સંદેશ
હસીને તસવીર સાથે જ શમી માટે એક મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યું કે, "કાલે તું કંઈ નહોતો ત્યારે હું પવિત્ર હતી, આજે તું કંઇક બની ગયો તો હું અપવિત્ર થઈ. અસત્ય બુરખો પહેરીને ખુલ્લા સત્યને મિટાવી નથી શકતું. મગરમછના આંસૂ અમુક દિવસનો જ સહારો હોય છે." આની સાથે જ તેણે લખ્યું ક્રિકેટર શમી અહમદ સાથે.


અલગ રહે છે કપલ
ઉલ્લેખનીય છે કે શમી અને હસીન જહાં છેલ્લા કેટલાક વર્ષોથી જુદાં રહે છે. હસીન જહાં અને મોહમ્મદ શમીમાં મતભેદ ચાલી રહ્યા છે તેણે પતિ પર ચીટ કરવા સહિત અન્ય ગંભીર આરોપ મૂક્યા હતા. ત્યાર પછીથી જ આ કપલ અલગ રહે છે. તેમને એક દીકરી પણ છે.


સતત ચર્ચામાં છે હસીન
આ પહેલા પણ હસીને ઘણાં વીડિયો અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી અને તે ચર્ચાઓમાં છવાઇ હતી. રમઝાનના મહિનામાં ડાન્સ વીડિયો શૅર કરવા પર પણ લોકો તેના પર ભડક્યા હતા.

લોકોએ કરી ટ્રોલ
આ તસવીર પર લોકોએ હસીનને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કર્યું. કેટલાક લોકોએ તો તેની તુલના દીપક કલાલ સાથે કરી છે તો કેટલાકે તેને ખુદાનો વાસ્તો આપીને તસવીર હટાવવા કહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 02:58 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK