World Cup 2019 : હાસિમ અમલાએ ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો

Published: Jun 19, 2019, 20:47 IST | Birmingham

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં અનેક રેકોર્ડ તુટ્યા છે અને બન્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર હાશિમ અમલાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

હાશિમ અમલા
હાશિમ અમલા

Birmingham : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં અનેક રેકોર્ડ તુટ્યા છે અને બન્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર હાશિમ અમલાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ સાથે તેણે પોતાના જ દેશના દિગ્ગજ ક્રિકેટર ડિવિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો. હાશિમ અમલાએ ન્યૂઝીલેન્ડ સામે 25 રન બનાવતાની સાથે જ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8 હજાર રન બનાવવાના મામલામાં તમામ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

વન-ડેમાં સૌથી ઓછી ઇનીંગમાં 8000 રન કરવાની સિદ્ધી
સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર હાશિમ અમલા વનડે ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં
8000 રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. તેણે 176 ઈનિંગમાં 8000 વનડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કરી આ સિદ્ધી મેળવી છે. આ રેકોર્ડમાં સૌથી પહેલા ક્રમે વિરાટ કોહલી સૌથી આગળ છે. કોહલીએ 175 ઈનિંગમાં 8 હજાર રન પૂરા કર્યાં હતા. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હાશિમ અમલા ફ્લોપ રહ્યો.

આફ્રિકા તરફથી સૌથી ઝડપી 8000 રન કરનાર પહેલો બેટ્સમેન બન્યો
હાશિમ અમલા દક્ષિણ આફ્રિકા માટે સૌથી ઝડપી
8000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. હાશિમ અમલા પહેલા પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે 182 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો. તો પ્રોટિયાઝ ટીમ માટે 8000 રન પૂરા કરનાર હાશિમ અમલા ચોથો ખેલાડી બની ગયો છે. તેની પહેલા જેક કાલિસ, ડિવિલિયર્સ અને હર્શલ ગિબ્સે 8000 રન બનાવ્યા હતા.

અમલાએ આ રેકોર્ડ તોડતા સચિન, ગાંગુલી, રોહિત શર્મા, ટેલરને પાછળ છોડ્યા
હાશિમ અમલાએ સૌથી ઓછી ઈનિંગમાં
8 હજારથી વધુ રન બનાવવાના મામલામાં ડિવિલિયર્સ, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રોસ ટેલર અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમલા સૌથી ઓછી ઈનિંગમાં 2000થી 7000 રન બનાવવાના મામલામાં ટોપ પર છે.

આ પણ જુઓ : India vs Pakistan: મેચની સાથે આ મીમ્સ જુઓ, મજા આવી જશે

સૌથી ઓછી ઈનિંગમાં 8000 વનડે રન

1) વિરાટ કોહલી
175 ઈનિંગ
2) હાશિમ અમલા 176 ઈનિંગ
3) એબી ડિવિલિયર્સ 182 ઈનિંગ
4) ગાંગુલી અને રોહિત શર્મા 200 ઈનિંગ
5) રોસ ટેલર 203 ઈનિંગ


હાશિમ અમલાની વનડે સફર

1) 1 હજાર રન 24 ઈનિંગ
2) 2 હજાર રન 40 ઈનિંગ
3) 3 હજાર રન 57 ઈનિંગ
4) 4 હજાર રન 81 ઈનિંગ
5) 5 હજાર રન 101 ઈનિંગ
6) 6 હજાર રન 123 ઈનિંગ
7) 7 હજાર રન 150 ઈનિંગ
8) 8 હજાર રન 176 ઈનિંગ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK