Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લોઢા કમિટીની ભલામણનું પાલન કરાવવા BCCIએ આટલા રૂપિયાનો ધુમાડો કર્યો

લોઢા કમિટીની ભલામણનું પાલન કરાવવા BCCIએ આટલા રૂપિયાનો ધુમાડો કર્યો

24 October, 2019 07:52 AM IST | મુંબઈ
હરિત જોશી

લોઢા કમિટીની ભલામણનું પાલન કરાવવા BCCIએ આટલા રૂપિયાનો ધુમાડો કર્યો

વિનોદ રાય અને ડાયના એદલજી

વિનોદ રાય અને ડાયના એદલજી


ભારતીય ક્રિકેટ બોર્ડની નવી કમિટી સૌરવ ગાંગુલીના વડપણ હેઠળ ગઈ કાલથી કાર્યરત થઈ ગઈ છે, પણ જાણીને નવાઈ લાગશે કે જસ્ટિસ લોઢા કમિટીએ સૂચવેલાં સૂચનોનો અમલ કરવા ભારતીય ક્રિકેટ બોર્ડે છેલ્લાં ચાર વર્ષમાં ૧૧૯ કરોડ રૂપિયાનું પાણી કરી નાખ્યું છે. આ સમિતિમાં વિનોદ રાય અને ડાયના એદલજીનો સમાવેશ થતો હતો.

આ મુદ્દે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આમાંનો મોટા ભાગનો ખર્ચ સુપ્રીમ કોર્ટની સુનાવણી અને સિનિયર કાઉન્સેલરની ફી ચૂકવવામાં થયો છે. અંદાજે ૪૦ કરોડ રૂપિયા તો બીસીસીઆઇની લીગલ ટીમને ચૂકવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની એક સુનાવણી માટે વરિષ્ઠ સલાહકાર અંદાજે પાંચ લાખ રૂપિયાની ફી લે છે. આ માત્ર બીસીસીઆઇનો ખર્ચો છે. સ્ટેટ અસોસિએશને પણ ઘણા લીગલ ખર્ચા કર્યા છે.’



મહારાષ્ટ્ર અને તામિલનાડુ સ્ટેટ ક્રિકેટ અસોસિએશને અનુક્રમે તુષાર મહેતા અને કપિલ સિબલ જેવા મોટા વકીલોને પોતાના કેસ આપ્યા હોવાથી તેમનો ખર્ચો પણ મોટો થાય છે. બીજાં પણ અનેક સ્ટેટ અસોસિએશનોએ પોતાના સંવિધાનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરલોકુટરી ઍપ્લિકેશન દાખલ કરી છે જે હજી પેન્ડિંગ છે. બીસીસીઆઇના નવા ટ્રેઝરર અરુણ સિંહ ધુમલ આ કાનૂની ખર્ચ ઓછો કરવાની દિશાનાં પગલાં લેવાના મૂડમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 07:52 AM IST | મુંબઈ | હરિત જોશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK