ભારતીય ટીમમાં હાર્દિક સૌથી સેલ્ફી-ઘેલો, કોહલી હંમેશાં જિમમાં : રોહિત શર્મા

લંડન | May 28, 2019, 12:13 IST

આઇસીસી વન-ડે વર્લ્ડ કપ સ્પર્ધા આવતા ગુરુવારથી ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં શરૂ થવાની છે. એમાં ભારતીય ટીમ વતી ઓપનર અને વાઇસ-કૅપ્ટન રોહિત શર્મા મહત્વની ભૂમિકા ભજવે એવી ધારણા છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી સંગ હાર્દિક પંડ્યા

વર્લ્ડ કપ માટે ભારતીય ખેલાડીઓ સજ્જ થઈ રહ્યા છે ત્યારે એક મુલાકાતમાં રોહિત શર્માએ તેના સાથીઓ વિશે અમુક રસપ્રદ વાતો કરી છે. રોહિતે કહ્યું, ‘અમારી ટીમમાં હાર્દિક પંડ્યા સેલ્ફી-ઘેલો છે અને તેને સેલ્ફી લેવાનું કાયમ આકર્ષણ રહે છે. હાર્દિક ડાન્સ કરવામાં તદ્દન નબળો છે.’

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપ માટે ફેવરિટ, પણ IND-AUSને નકારી ન શકાય : મૅક્ગ્રા

રોહિત શર્માને ટીમમાં તેના સાથીખેલાડીઓ વિશે પૂછવામાં આવેલા સવાલનો વિડિયો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના સત્તાવાર ટ્વિટર-હૅન્ડલ પર મૂકવામાં આવ્યો છે અને એ ૯૦ સેકંડનો છે.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK