હાર્દિક પંડ્યાની થનારી ‘દુલ્હન’ નતાશા સલમાન અને શાહરૂખ સાથે કરી ચુકી છે કામ

Updated: Jan 03, 2020, 13:46 IST | Mumbai

2020 વર્ષના પહેલા જ દિવસે હાર્દિક પંડ્યાએ દરીયાની વચ્ચે બોટમાં નતાશાને પ્રપોશ કર્યું હતું. પણ મહત્વનું એ છે કે હાર્દિક પંડ્યાની થનારી દુલ્હન નતાશા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે અને તે પણ બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન સાથે કામ કરી કર્યું છે.

હાર્દિક પંડ્યા અને નતાશા
હાર્દિક પંડ્યા અને નતાશા

ભારતીય ક્રિકેટ ટીમના ગુજરાતી ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષે સર્બિયાની મોડેસ નતાશા સાથે સગાઇ કરીને બધાને ચોકાવી દીધા છે. 2020 વર્ષના પહેલા જ દિવસે હાર્દિક પંડ્યાએ દરીયાની વચ્ચે બોટમાં નતાશાને પ્રપોશ કર્યું હતું. પણ મહત્વનું એ છે કે હાર્દિક પંડ્યાની થનારી દુલ્હન નતાશા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે અને તે પણ બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન સાથે કામ કરી કર્યું છે. આ કારણથી નતાશા ઘણા વર્ષોથી ભારતમાં જ રહે છે. નતાશાએ બોલીવુડમાં સલમાન, શાહરૂખ, બાદશાહ અને અજય દેવગણ સાથે કામ કરી ચુકી છે.

બિગબોસ 8 અને નચ બલિયેમાં જોવા મળી હતી નતાશા
તમને જણાવી દઇએ કે નતાશાએ બિગબોસ 8માં ભાગ લીધો હતો. જોકે તે બહું લાંબો સમય બિગબોસમાં ટકી ન હતી. તો ત્યાર બાદ ડાંસ રિયાલિટી શો ‘નચ બલિયે’ જોવા મળી હતી. તેણે ગણા રીયાલિટી શોમાં કામ કર્યું છે.

આ પણ જુઓ : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

ડીજે વાલે બાબુ સોંગથી નતાશા થઇ લોકપ્રિય
તમને જણાવી દઇએ કે નતાશાએ બોલીવુડમાં ઘણા આઇટમ સોંગ કર્યા બાદ સફળતા મળી છે. તેણે બોલીવુડમાં 2013થી કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2013માં ફિલ્મ સત્યાગ્રહમાં એક આઇટમ સોંગથી તેણે પોતાની બોલીવુડની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ ફુકરે રિટર્નમાં પણ એક આઇટમ સોંગ કર્યું હતું. તો શાહરૂખ ખાનની ‘ઝીરો’ ફિલ્મમાં તેણે નાનો રોલ કર્યો હતો. પણ રેપર-સિંગર બાદશાહના સોંગ ‘ડિજે વાલે બાલુ’થી નતાશા લોકોમાં ઘણી લોકપ્રિય થઇ અને લોકોને ઓળખતા થયા. બાદશાહનું આ સોંગ ઘણું હિટ થયું હતું અને નતાશાના પણ વખાણ કરવામાં આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK