બેબીસીટર બન્યા હાર્દિક પંડ્યા, આ સ્પોર્ટ્સ એંકરની દીકરી સાથેનો વીડિયો કર્યો શેર

Published: Aug 21, 2019, 16:52 IST | મુંબઈ

હવે હાર્દિક પંડ્યા બેબીસીટર બન્યા છે. આ સ્પોર્ટ્સ એંકરની દીકરી સાથેનો વીડિયો શેર કર્યો છે.

બેબીસીટર બન્યા હાર્દિક પંડ્યા
બેબીસીટર બન્યા હાર્દિક પંડ્યા

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉંડર હાર્દિક પંડ્યા હાલ ક્રિકેટથી દૂર છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપના 12માં સિઝનના સેમીફાઈનલ બાદ તેમણે ક્રિકેટથી આરામ લીધો છે. ઈજાના કારણે સતત ક્રિકેટ રમવાના કારણે તેઓ મેદાનથી દૂરી બનાવી છે. આ વચ્ચે જ તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો થે, જેમાં બેબીસિટિંગ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Babysitting Sunday 😍❤️ For #thatcricketguy @jatin_sapru

A post shared by Hardik Pandya (@hardikpandya93) onAug 18, 2019 at 4:23am PDT


ઘણા સમય બાદ બ્રેક પર ગયેલા હાર્દિક પંડ્યાએ ખાલી સમયમાં બેબીસિટિંગની છે. હાર્દિક પંડ્યાએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કે સ્પોર્ટ્સ એન્કર અને ક્રિકેટ કમેન્ટેટર જતિન સપ્રૂની દીકરી સાથે બેબીસિટિંગ કરાવી રહ્યું છે. જો કે, અત્યાર સુધી માત્ર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત જ તેની માટે જાણીતા હતા.

બેબીસિટરનો ટેગ અત્યાર સુધી રિષભ પંત પાસે હતું, હવે આ લિસ્ટમાં હાર્દિક પંડ્યા પણ સામેલ થઈ ગયા છે. ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર કાંગારૂ ટીમના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને રિષભ પંતને વિકેટની પાછળથી સ્લેજ કરતા પોતાના બાળકો માટે બેબીસિટિંગ કરવાની ઑફર આપી હતી. જે બાદ ટિમ પેનેની પત્નીએ પણ એક ફોટો શેર કર્યો હતો, જેમાં રિષભ તેમના બાળકોને સંભાળતા નજર આવી રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK