પિતા બન્યો હાર્દિક પંડ્યા, નતાશાએ આપ્યો પુત્રને જન્મ

Published: Jul 30, 2020, 16:06 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

હાર્દિકે દીકરાનો હાથ પકડેલી તસવીર શૅર કરી છે. આ તસવીર ખૂબ જ સુંદર છે. અને તેની સાતે જ ક્રિકેટરે દીકરાના આગમનનો આનંદ પણ વ્યક્ત કર્યો છે.

હાર્દિક પંડ્યા પત્ની નતાશા સાથે
હાર્દિક પંડ્યા પત્ની નતાશા સાથે

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે દીકરાને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં એક નાનકડા મહેમાનનું આગમન થવાથી તેના લાખો ચાહકોનએ તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી છે.

હાર્દિકે દીકરાનો હાથ પકડેલી તસવીર શૅર કરી છે. આ તસવીર ખૂબ જ સુંદર છે. અને તેની સાતે જ ક્રિકેટરે દીકરાના આગમનનો આનંદ પણ વ્યક્ત કર્યો છે.

આ પહેલા તેમણે નતાશા સાથેની તસવીર શૅર કરતાં લખ્યું હતું કે 'કમિંગ સૂન'

આમ તો નતાશા અને હાર્દિક પંડ્યાએ પહેલા જ ચાહકોને એવી અણસાર આપી દીધી હતી કે ટૂંક સમયમાં જ તે પોતાના પહેલા સંતાનના માતા-પિતા બનવાના છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, "મૉમ ટુ બી નતાશા પણ આ ખાસ ક્ષણને લઈને ખૂબ જ ઉત્સુક છે."

 
 
 
View this post on Instagram

💝🥰❤️

A post shared by Hardik Pandya (@hardikpandya93) onJul 29, 2020 at 3:33am PDT

ઉલ્લખનીય છે કે હાર્દિક પંડ્યા અને નતાશા, બન્નેએ આ સમયને ખૂબ જ એન્જૉય કર્યો છે. સોશિયલ મીડિયા પર બન્નેની રોમાન્ટિક તસવીરો ખૂબ જ વાયરલ પણ થઈ છે. પ્રેગ્નેન્સી દરમિયાન નતાશાએ પોતાની અનેક તસવીરો લેવડાવી છે અને લૉકડાઉનનો તેમને ખૂબ જ લાભ થયો છે કે હાર્દિક સતત નતાશા સાથે રહી શક્યો.

હાર્દિકના પહેલા સંતાનના જન્મના સમાચાર મળ્યા પછી હવે ચાહકો એ બાબત માટે ઉત્સાહિત છે કે હવે તેઓ પોતાના બાળકનું નામ શું રાખશે. જો કે અત્યાર સુધી આ વાતની માહિતી સામે આવી નથી. ક્રિકેટ અને મનોરંજન જગતમાંથી પણ અનેક લોકોએ હાર્દિક પંડ્યા અને નતાશાને પેરેન્ટ્સ બનવાની શુભેચ્છાઓ આપી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK