Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક, લોકેશની જગ્યાએ વિજય શંકર-શુભમન ગિલ ટીમમાં સામેલ

હાર્દિક, લોકેશની જગ્યાએ વિજય શંકર-શુભમન ગિલ ટીમમાં સામેલ

14 February, 2019 04:12 PM IST |

હાર્દિક, લોકેશની જગ્યાએ વિજય શંકર-શુભમન ગિલ ટીમમાં સામેલ

વિજય શંકર અને શુભમન ગિલને ટીમમાં

વિજય શંકર અને શુભમન ગિલને ટીમમાં


હાર્દિક, લોકેશની જગ્યાએ વિજય શંકર-શુભમન ગિલ ટીમમાં સામેલહાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને સસ્પેન્ડ કર્યા પછી ટીમ ઈન્ડિયામાં બે નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યાં છે. BCCIએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની જગ્યાએ વિજય શંકર અને શુભમન ગિલને ટીમમાં જગ્યા આપી છે. વિજય શંકરને ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે અને શુભમન ગિલને ન્યુ ઝીલેન્ડ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ પછી ભારત 23 જાન્યુઆરીથી ન્યુ ઝીલેન્ડ 5 વન-ડેની સિરીઝ રમવા જશે.

વિજય શંકર એડિલેડમાં બીજી વન-ડે પહેલા ભારતીય ટીમ સાથે જોડાશે અને તે ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે રહેશે જ્યારે શુભમન ગિલ ન્યુ ઝીલેન્ડમાં વન-ડે અને T-20 સિરીઝ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. ટીમ ઈન્ડિયા માટે 5 ઈન્ટરનેશનલ T-20 મેચ રમી ચૂકેલા વિજય શંકરે અત્યાર સુધી 3 વિકેટ ઝડપી છે જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 41 મેચમાં 1,630 રન બનાવ્યા છે જ્યારે 32 વિકેટ ઝડપી છે. 2018 અંડર-19 વર્લ્ડ કપના હિરો રહેલા શુભમન ગિલને પહેલી વાર ટીમ ઈન્ડિયામાં ઈન્ટરનેશનલ મેચ માટે સ્થાન આપવામાં આવ્યું છે.



2018માં શુભમન ગિલે IPL કલકત્તા તરફથી રમી હતી જેમાં તેણે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ સિવાય ફર્સ્ટ ક્લાસ મેચમાં તમિલનાડુ તરફથી રમતા 268 રનની ઈનિંગ રમી હતી. આ સાથે જ રણજી ટ્રોફીમાં ગિલે 5 મેચમાં 2 સેન્ચુરી અને 4 હાફ સેન્ચુરી ફટકારતા 728રન બનાવ્યા છે.


 

આ પણ વાંચો: હાર્દિક અને રાહુલ પરની કાર્યવાહીને ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પદાધિકારીઓએ ગણાવી ડબલ સ્ટાન્ડર્ડ


 

એક શૉમાં વિવાદિત નિવેદનના કારણે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને કોઈ નિર્ણય ન લેવાય ત્યા સુધી કોઈ મેચ ન રમવા આદેશ આપ્યા છે જેના કારણે વિજય શંકર અને શુભમન ગિલને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 04:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK