છેલ્લા સાત મહિના મારા માટે ખૂબ જ કપરા હતા, શું કરવું એ ખબર જ નહોતી પડતી : હાર્દિક પંડ્યા

Apr 05, 2019, 09:57 IST

બુધવારે ચેન્નઈ સામે મુંબઈની યાદગાર જીતના હીરોએ તેની મૅન ઑફ ધ મૅચની ટ્રોફી તેના મુશ્કેલ સમયમાં સાથ આપનાર ફૅમિલી અને ફ્રેન્ડ્સને અપર્ણ કરી હતી

છેલ્લા સાત મહિના મારા માટે ખૂબ જ કપરા હતા, શું કરવું એ ખબર જ નહોતી પડતી : હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા

બુધવારે ચેન્નઈ સામે મુંબઈની યાદગાર જીતના હીરોએ તેની મૅન ઑફ ધ મૅચની ટ્રોફી તેના મુશ્કેલ સમયમાં સાથ આપનાર ફૅમિલી અને ફ્રેન્ડ્સને અપર્ણ કરી હતી

હાર્દિક પંડ્યાએ બુધવારે વાનખેડે ગજવતાં ૮ બૉલમાં મહત્વપૂર્ણ ૨૫ રન બનાવવા ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા અને દીપક ચહરની વિકેટ ઝડપીને મુંબઈ ઇન્ડિયન્સને આઇપીએલમાં લૅન્ડમાર્ક ૧૦૦મી જીતમાં અપાવી હતી. શાનદાર ઑલરાઉન્ડ પફોર્ર્મન્સ બદલ હાર્દિક મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો અને તેણે તેની આ ટ્રોફી કપરા સમયમાં તેને સાથ આપનાર ફૅમિલી અને ફ્રેન્ડ્સને અર્પણ કરી હતી.

આ પણ વાંચોઃ IPL 2019:RCB VS KKR, પરાજયનો પંચ કે જીતનો આરંભ?

જીત માટે ઉત્સાહિત હાર્દિકે કહ્યું હતું કે ‘ટીમની જીતમાં યોગદાન આપવા બદલ ખૂબ જ સારું લાગી રહ્યું છે. છેલ્લા સાત મહિનાથી હું ખૂબ જ ઓછી મૅચ રમ્યો છું. આ સાત મહિના મારે માટે ખૂબ જ કપરા હતા અને મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. પહેલાં ઇન્જરીને લીધે ટીમમાંથી બહાર થયો હતો અને પછી વિવાદને લીધે. હું મારી આ મૅન ઑફ ધ મૅચને મારા ફૅમિલી અને ફ્રેન્ડ્સને અર્પણ કરું છું કે જેઓ મારા આ કપરા સમયમાં મારી પડખે ઊભા રહ્યા હતા.’

છેલ્લે હાર્દિકે ઉમેર્યું હતું કે હવે મારું લક્ષ ફક્ત ત્ભ્ન્ રમવાનું અને ભારતને વર્લ્ડ કપ જીતાડવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK