IPL 2020 પહેલા CSKને વધુ એક ઝટકો, હવે આ ખેલાડી ટૂર્નામેન્ટની બહાર

Updated: Sep 15, 2020, 22:12 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

વધું એક ઝટકો એમએસ ધોનીની ટીમને લાગ્યો છે કારણકે અનુભવી બૉલર ઓલરાઉન્ડર હરભજન સિંહે પર્સનલ કારણોનો હવાલો આપતાં આઇપીએલ 2020 ન રમવાનો નિર્ણય લીધો છે.

ચેન્નઇ સુપર કિંગ્સ
ચેન્નઇ સુપર કિંગ્સ

IPL 2020 પહેલા ચેન્નઇ સુપર કિંગ્સની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ જ નથી. પહેલા ચેન્નઇના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોરોના વાયરસ સંક્રમિત હોવાના સમાચાર હતા અને પછી ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાં સામેલ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. ત્યાર બાદ વધું એક ઝટકો એમએસ ધોનીની ટીમને લાગ્યો છે કારણકે અનુભવી બૉલર ઓલરાઉન્ડર હરભજન સિંહે પર્સનલ કારણોનો હવાલો આપતાં આઇપીએલ 2020 ન રમવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે પર્સનલ કારણોસર આઇપીએલ 2020 ન રમવાનો નિર્ણય લીધો છે. અહીં સુધી કે હરભજન સિંહ યૂએઇ પણ નથી ગયો. હરભજન સિંહે આઇપીએલ માટે સંયુક્ત અરબ અમીરાત એટલે કે યૂએઇ માટે રવાના થતાં પહેલા ચેન્નઇમાં આયોજિત ટીમની ટ્રેઇનિંગ કૅમ્પમાં પણ ભાગ નહોતો લીધો. ચર્ચાઓ પ્રમાણે તમેની મમ્મી બીમાર છે, જેમની સારવાર માટે તે આઈપીએલલ નથી રમવા માગતો.

હરભજન સિંહ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ્સ લેવાના મામલે ત્રીજા નંબર પર છે. 160 મેચમાં હરભજન સિંહે 150 વિકેટ્સ લીધી. આઇપીએલના 12 વર્ષના ઇતિહાસમાં તેનાથી વધારે વિકેટ માત્ર લસિથ મલિંગા(170) અને અમિત મિશ્રા (157)ના નામે છે. છેલ્લી બે સીઝનથી હરભજન સિંહ ચેન્નઇ સુપર કિંગ્સ સાથે રમતો હતો, જ્યારે આ પહેલા હરભજન મુંબઇ ઇન્ડિયન્સનો ઘણાં સમય સુધી હિસ્સો રહ્યો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK