Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હરભજન સિંહે શૅર કરી મૉડર્ન થાળી, કહ્યું, 'ઑર્ડર કરી લો...'

હરભજન સિંહે શૅર કરી મૉડર્ન થાળી, કહ્યું, 'ઑર્ડર કરી લો...'

10 September, 2020 06:48 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

હરભજન સિંહે શૅર કરી મૉડર્ન થાળી, કહ્યું, 'ઑર્ડર કરી લો...'

હરભજન સિંહ (ફાઇલ ફોટો)

હરભજન સિંહ (ફાઇલ ફોટો)


ભારતીય ક્રિકેટ (Indian Cricket Team) ટીમના દિગ્ગજ ખેલાડી હરભજન (harbhajan Singh) સિંહ સોશિયલ (Social Media) મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે, તે સતત રસપ્રદ અને એન્ટરટેઇનિંગ પોસ્ટ (Post) કરીને લોકોનું મનોરંજન કરતો હોય છે. આ વખતે તેણે એવી જ એક રસપ્રદ પોસ્ટ કરી છે, જેને જોઇને તમે પણ હસી પડશો. હરભજન સિંહે ટ્વિટર પર મોડર્ન (Modern Thali) થાળી તસવીર પોસ્ટ કરી છે. થાળીમાં તે વસ્તુ બતાવવામાં આવી છે, જે વસ્તુ જો આજના યુગમાં લોકો પાસે ન હોય તો દરેક વસ્તુ તેમને અધુરી લાગે છે.

ભોજન તરીકે થાળી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. રેસ્ટૉરન્ટમાં અને ઘરમાં થાળીમાં ભોજન પીરસવામાં આવે છે. તેથી હોટેલમાં વેજ-થાળી અને નૉન-વેજ થાળી ફેમસ છે. તે થાળીમાં દરેક પ્રકારનો ખોરાક હોય છે. પણ ભારતમાં આજના સમયમાં થાળીમાં એક ખૂબ જ જરૂરી વસ્તુ હોય છે, જેના વગર થાળી અધૂરી લાગતી હોય છે. અહીં ભાત, કે મીઠાઇની નહીં પણ સ્માર્ટફોનની વાત થઈ રહી છે.



હરભજને જે તસવીર શૅર કરી છે, જ્યાં સ્ટીલની પ્લેટમાં સ્માર્ટફોન રાખવાની પણ જગ્યા હતી. જેથી જમનાર વ્યક્તિ આરામથી થાળીમાં મોબાઇલ રાખીને જમી શકે.



હરભજન સિંહે તસવીર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું છે કે, "મોડર્ન થાળી"માં મોબાઇલ માટે પણ જગ્યા છે. તમારી ઑર્ડર કરી લો. સાથે જ તેમે સ્માઇલી પણ મૂક્યા છે.

આ પોસ્ટ હરભદને 10 સપ્ટેમ્બરના રોજ શૅર કરી છે. અત્યાર સુધી આ ટ્વીટને 8 હજારથી વધારે લાઇક્સ મળી ગયા છે. સાથે જ સેંકડો લોકોએ રિટ્વીટ્સ અને કોમેન્ટ્સ કરી છે. લોકોને આ તસવીર ફની લાગી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 06:48 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK