હરભજન સિંહે બિઝનેસમેન પર મૂક્યો દગાખોરીનો આરોપ, 4 કરોડ રૂપિયા ન આપ્યા

Published: Sep 10, 2020, 18:12 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બિઝનેસ મેને હરભજન પાસેથી પૈસા લીધા અને પાછાં ન આપ્યા. આ ઘટના વિશે જ્યારે હરભજને ફરિયાદ નોંધાવી ત્યારે લોકોના ધ્યાનમાં આવી છે.

હરભજન સિંહ
હરભજન સિંહ

ભારતીય ક્રિકેટ (Indian Cricket Team) ટીમના દિગ્ગજ ક્રિકેટર હરભજન (Harbhajan Singh)સિંહે એક નવો ખુલાસો કર્યો છે તેણે ચેન્નઇના એક બિઝનેસમેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં હરભજને તે બિઝનેસ મેન જેણે તેની સાથે 4 કરોડનું ફ્રૉડ કર્યું છે તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે. બિઝનેસ મેને હરભજન પાસેથી પૈસા લીધા અને પાછાં ન આપ્યા. આ ઘટના વિશે જ્યારે હરભજને ફરિયાદ નોંધાવી ત્યારે લોકોના ધ્યાનમાં આવી છે.

સતત મુલાકાત ટાળતો રહ્યો બિઝનેસમેન
જાલંધરમાં જન્મેલા હરભજને કહ્યું કે તેમનો પરિચય બન્નેના કૉમન ફ્રેન્ડ દ્વારા મહેશજી નામની વ્યક્તિ સાથે થયો અને તેણે 2015માં લોન તરીકે તેને પૈસા આપ્યા. મહેશ, કહેવાતી રીતે ચેન્નઇના જુથંડીમાં જુહૂ બીચ રોડ પર રહે છે. 40 વર્ષીય ઑફ સ્પિનર હરભજન પ્રમાણે, જ્યારે પણ તેણે મહેશ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે ડિલે કર્યું અને પૈસા પાછાં આપવાને ટાળતો રહ્યો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે તેમના વિરુદ્ધ 18 ઑગસ્ટના રોજ મહેશે આપેલા 25 લાખ રૂપિયાના ચૅક બાઉન્સ પછી ફરિયાદ કરવામાં આવી. ત્યાર પછી, હરભજને ચેન્નઇ પોલીસનો સંપર્ક કર્યો અને મહેશ તથા અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. અરજીમ નીલાંકરાયના સહાયક પોલીસને મોકલવામાં આવી છે.

ત્યાર પછી, એસીપીએ મહેશને પૂછપરછ માટે તેમની સામે હાજર થવા બોલાવ્યો. પોતાના કાઉન્સિલર કે સુરેંદર અને છેન્થૂરી પુગજેંધીના માધ્યમે તેણે પોતાના અગ્રિમ જામીન દાખલ કર્યા. મહેશે પોતાની અરજીમાં કહ્યું કે તેણે સુરક્ષા તરીકે થાલંબુરમાં એક સંપત્તિ લીધા પછી હરભજન પાસેથી ઋણ લીધું હતું. હરભજન પાસે પોતાના નામે પાવર ઑફ એટૉર્ની પણ હતી. સંપત્તિ, દસ્તાવેજ ક્રમાંક 3635/2015 સાથે, તિરુપુરૂર ઉપ-રજિસ્ટરમાં નોંધાયેલી છે. મહેશે ઉલ્લેખ કર્યો કે હરભજનને બાકીની બધી રકમ આપી દેવામાં આવી હતી.

હરભજન આ વર્ષે નહીં રમે આઇપીએલ
હરભજન સિંહ આ વર્ષે થનારી આઇપીએલ 2020માં ચેન્નઇ સુપર કિંગ્સ માટે નહીં રમે. જોકે, તે રમવા માટે તૈયાર હતો. 2018માં સીએસકેનો ભાગ બનેલા ભજીએ વ્યક્તિગત કારણો જણાવતાં ટૂર્નામેન્ટ રમવાની ના પાડી દીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK