બોલિંગ-ઍક્શન કેવી રીતે બદલાય એ હરભજન પાસેથી શીખો : ડેવ રિચર્ડસન

Published: 25th November, 2014 05:37 IST

ICCના CEOએ કરી ભજીની મહેનતની પ્રશંસા


harbhajan singh



ભારતીય ઑફ સ્પિનર હરભજન સિંહ પર નિયમો વિરુદ્ધ બોલિંગ કરવા બદલ આરોપ મૂકવામાં આવ્યો હતો, પણ ગઈ કાલે ગુડગાંવમાં વર્લ્ડ કપ ૨૦૧૫ની ટ્રોફીને ડિસ્પ્લે કરવાના પ્રસંગે ICCના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) ડેવ રિચર્ડસને હરભજને તેની બોલિંગ-ઍક્શનમાં ફેરફાર કર્યો એ બદલ પ્રશંસા કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ ઑફ સ્પિનરો પર નિયમ વિરુદ્ધ જઈ વિવાદાસ્પદ બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વળી જે બોલરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેઓ પણ પોતાની બોલિંગ-ઍક્શનમાં ફેરબદલ કરી રહ્યા છે એવી માહિતી રિચર્ડસને આપી હતી. હરભજન પર પહેલાં ૧૯૯૯માં અને પછી ૨૦૦૬માં વિવાદાસ્પદ બોલિંગ બદલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે બોલિંગ-ઍક્શન સુધારી લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK