Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરભજને એક્સેપ્ટ કર્યો યુવરાજનો ચેલેન્જ, સચિને પણ શૅર કર્યો વીડિયો

હરભજને એક્સેપ્ટ કર્યો યુવરાજનો ચેલેન્જ, સચિને પણ શૅર કર્યો વીડિયો

17 May, 2020 02:17 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હરભજને એક્સેપ્ટ કર્યો યુવરાજનો ચેલેન્જ, સચિને પણ શૅર કર્યો વીડિયો

હરભજન સિંહ

હરભજન સિંહ


ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે ભારતીય ટીમના જ ત્રણ દિગ્ગજ ખેલાડીઓને એક ખાસ ચેલેન્જ આપી હતી, જેમાં એક બેટની સાઇડના ભાગથી બૉલને હિટ કરતા રહેવાનું હતું. આ ચેલેન્જ યુવરાજ સિંહે મહાન બેટ્સમેન સચિન તેંદુલકર, રોહિત શર્મા અને હરભજન સિંહને આપ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે રોહિત શર્મા અને સચિન તેંદુલકર આ ચેલેન્જ કરી શકશે, પણ હરભજન માટે મુશ્કેલ હશે.

હવે ઑફ સ્પિનર હરભજન સિંહે પણ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે અને પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. હરભજન સિંહ કોઇક બાળકના બેટથી એક ઇમોજીવાળા બૉલને વારંવાર હિટ કરતો દેખાય છે અને વીડિયોમાં કહે છે કે યુવરાજ સિંહ જો મેં તારી ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે અને હું અન્ય ત્રણ દિગ્ગજોને આ માટે નોમિનેટ કરું છું. હરભજને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.




હરભજન સિંહે આ ચેલેન્જ ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે અને શિખર ધવનને નોમિનેટ કર્યા છે. આ પહેલા સચિન તેંદુલકરે આંખ પર પટ્ટી બાંધી યુવરાજ સિંહના ચેલેન્જનો સ્વીકાર કરતા બૉલને બેટના સાઇડના ભાગથી સતત હિટ કર્યું હતું, પણ પછીના વીડિયોમાં જણાવ્યું કે જે પટ્ટી તેમણે પોતાની આંખ પર બાંધી હતી તેમાંથી બધું દેખાતું હતું, આ રીતે સચિને ચીટિંગ કરી હતી.


જો કે, રોહિત શર્માએ યુવરાજ સિંહનો આ ખાસ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો નથી. તો, હરભજને જે ત્રણ દિગ્ગજ ખેલાડીઓને આ ચેલેન્જ આપી છે, તેમણે પણ અત્યાર સુધી કોઇ વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો નથી. હકીકતે આનો હેતુ એક જ છે કે કોઇક ને કોઇક રીતે ઘરે જ રહેવુંઅને પોતાના ચાહકોને એન્ટરટેઇન કરવા.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 02:17 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK