આજે ઝિમ્બાબ્વે સામે રમાનારી બીજી વન-ડેની તૈયારીઓ છોડીને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે બૅગ પૅક કરીને આજે પાકિસ્તાન ચાલ્યા જવું પડશે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનની મહિલા ટીમ ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમવા ઝિમ્બાબ્વે ગઈ હતી. પહેલી મૅચમાં પાકિસ્તાને જીત મેળવી હતી અને આજે બીજી વન-ડે રમાવાની હતી, પણ ગઈ કાલે અચાનક આ ટૂરની ઑફિશ્યલ કૅરિયર ઍમિરેટ્સ ઍરલાઇન્સે ગઈ કાલે અચાનક જાહેરાત કરી હતી કે અમે શનિવાર ૧૩ ફેબ્રુઆરીત્રી ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન હરારે-દુબઈ રૂટને બંધ કરીએ છીએ. આ જાહેરાત બાદ પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી સિરીઝ રદ કરીને પાકિસ્તાનની ટીમને વતન પાછી મોકલી આપવાનો નિર્ણય લીધો હતો.
સિરીઝ બાદ પાકિસ્તાનની મહિલા ટીમ ૨૧ ફેબ્રુઆરીએ પાછી ફરવાની હતી, પણ ઍરલાઇન્સ બંધ થવાને લીધે ટીમે વહેલા ઘરભેગી થવું પડ્યું છે.
ચીન અને પાકિસ્તાનના ફાઇટર પ્લેન જેએફ-17નો ફિયાસ્કો
7th March, 2021 09:27 ISTપાકિસ્તાનના સંસદમાં વિશ્વાસનો મત જીત્યા પીએમ ઇમરાન ખાન
7th March, 2021 09:27 ISTઆજે વિશ્વાસનો મત જીતશે ઇમરાન ખાન?
6th March, 2021 13:21 ISTપાકિસ્તાનની સિંધ વિધાનસભામાં છૂટા હાથની મારામારી: વિડિયો વાઇરલ
3rd March, 2021 11:34 IST