Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કરીઅરમાં જે કંઈ મેળવ્યું છે એનાથી ખુશ છું : ટેલર

કરીઅરમાં જે કંઈ મેળવ્યું છે એનાથી ખુશ છું : ટેલર

15 February, 2020 01:25 PM IST | Hamilton

કરીઅરમાં જે કંઈ મેળવ્યું છે એનાથી ખુશ છું : ટેલર

રૉસ ટેલર

રૉસ ટેલર


ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના ધુઆંધાર પ્લેયર રૉસ ટેલરનું કહેવું છે કે મેં કરીઅરમાં જેકંઈ મેળવ્યું છે એની મને ખુશી છે. ભારત સામેની વન-ડે સિરીઝમાં તેણે પાયાની ભૂમિકા ભજવી હતી અને પોતાની ટીમને ૩-૦થી જીત અપાવી હતી. ૨૧ ફેબ્રુઆરીએ ટેલર પોતાના ટેસ્ટ કરીઅરની ૧૦૦મી ટેસ્ટ મૅચ રમાવાનો છે.

આ મુદ્દે વિગતવાર વાત કરતાં ટેલરે કહ્યું હતું કે ‘અત્યાર સુધી મારી કરીઅરમાં મેં જેકંઈ મેળવ્યું છે એનાથી હું ઘણો ખુશ છું. કદાચ આ એ જ વસ્તુ છે જે હું કાયમ કરવા માગતો હતો. હું હંમેશાં ન્યુ ઝીલૅન્ડ માટે રમવા ઇચ્છતો હતો. વેલિંગ્ટન મારા મનમાં ખાસ જગ્યા ધરાવે છે.



મારી ફૅમિલીએ મને ખાસ સપોર્ટ કર્યો છે. મારી પત્નીએ એકલા હાથે ત્રણ બાળકોનો ઉછેર કર્યો છે અને મારા છોકરાઓ પણ જાણે છે કે તેમના પપ્પા શું કામ કરી રહ્યા છે. તમે કેટલા રન બનાવો છો એની સામે એ વધારે મહત્વનું છે કે તમારી ફૅમિલી તમારા સપોર્ટમાં ઊભી છે. ખરું કહું તો મારા કરતાં મારી ફૅમિલીએ વધારે સેક્રિફાઇઝ કર્યું છે. મારા છોકરાઓ વિવિધ જગ્યાએ ફરવા ઇચ્છે છે. મારી દીકરીને ઇન્ડિયા ફરવાની ઘણી ઇચ્છા છે.’


ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦-૧૦૦ મૅચ રમવાનો વિક્રમ સર્જવા જઈ રહેલા ટેલરે પોતાની ક્રિકેટ-કરીઅર વિશે વાત કરતાં જૂના દિવસોને યાદ કર્યા હતા, જેમાં તેણે રમેલી અગત્યની ટેસ્ટ ઇનિંગને પણ યાદ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 01:25 PM IST | Hamilton

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK