Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુરબાઝે મારી બાઝી

18 November, 2019 12:09 PM IST | Mumbai

ગુરબાઝે મારી બાઝી

ગુરબાઝ

ગુરબાઝ


લખનઉમાં ગઈ કાલે રમાયેલી ત્રીજી ટી૨૦માં અફઘાનિસ્તાને જીત મેળવીને વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૧થી સિરીઝ પણ જીતી લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાન વચ્ચે ઇન્ડિયામાં સિરીઝ રમાઈ રહી છે. વન-ડે સિરીઝ વેસ્ટ ઇન્ડીઝ ૩-૦થી જીત્યું હતું. ત્રણ મૅચની ટી૨૦માં પહેલી મૅચ પણ વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું. જોકે બીજી મૅચ જીતીને અફઘાનિસ્તાને કમબૅક કર્યું હતું અને ત્રીજી મૅચ જીતીને સિરીઝ પોતાના નામ કરી લીધી હતી.
આ મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ કરી હતી. રેહમનુલ્લાહ ગુરબાઝે બાવન બૉલમાં ૭૯ રન કરીને અફઘાનિસ્તાનને ૧૫૮ રન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની વિકેટ
સમય-સમયે પડી રહી હતી, પરંતુ ગુરબાઝે સ્કોર કરવાનું ચાલુ રાખ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝમાં સૌથી વધુ બાવન રન હોપે કર્યા હતા. લેન્ડલ સિમન્સ, બ્રેન્ડન કિંગ, શિમરન હેટમાયર અને કીરોન પોલાર્ડ જેવા પ્લેયર સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. નવીન-ઉલ-હક, મુજીબ રહેમાન અને રાશિદ ખાને ખૂબ સારી બોલિંગ કરી હતી.તેમની વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મૅચ ૨૭ નવેમ્બરે લખનઉમાં રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 12:09 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK