આજથી શરૂ થાય છે મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓની ભવ્ય ક્રિકેટપાર્ટી

Published: 15th December, 2012 07:37 IST

32 ટીમો, twnenty20 જેવું TEN10નું રોમાંચક ફૉર્મેટ, વાઇટ લેધર બૉલ, રંગીન કપડાં અને... 17 દિવસમાં 63 મૅચ. સોમવારથી ખરાખરીનો જંગ શરૂ થાય એ પહેલાં આજની ઓપનિંગ સેરેમનીનું વિશેષ આકર્ષણ, ગયા વર્ષની ચૅમ્પિયન ટીમ ચરોતર રૂખી અને Best of All વચ્ચે મુકાબલો : બપોરે 1 વાગ્યે

32 ટીમો વહેંચાઈ છે 8 ગ્રુપમાં


ગ્રુપ A : A1 - ચરોતર રૂખી,  A2 - પ્રજાપતિ કુંભાર, A3 - ઘોઘારી વીસા શ્રીમાળી જૈન, A4 - નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

ગ્રુપ B : B1 - કચ્છ-વાગડ લેઉવા પટેલ, B2 - કચ્છી કડવા પાટીદાર, B3 - ગુર્જર ક્ષત્રિય કડિયા, B4 - બાલાસિનોર

ગ્રુપ C : C1 - કપોળ, C2 - ખંભાત વીસા શ્રીમાળી જૈન, C3 - કચ્છી વીસા ઓસવાળ જૈન, C4 - ક્ષત્રિય રાજપૂત

ગ્રુપ D : D1- નવગામ વીસા નાગર વણિક, D2 - સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન. D3 - માહ્યાવંશી, D4 - સોરઠિયા મુસ્લિમ ઘાંચી

ગ્રુપ E : E1 - કચ્છી લોહાણા, E2 - વીસા સોરઠિયા વણિક, E3 - સઈ સુતાર વાંઝા નાઘેર, E4 - લુહાર સુતાર

ગ્રુપ F : F1 - વાગડ વીસા ઓસવાળ જૈન, F2 - દશા સોરઠિયા વણિક, F3 - ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી), F4 - સૌરાષ્ટ્ર લેઉવા પટેલ

ગ્રુપ G : G1 - મેઘવાળ, G2 - આહિર, G3 - વૈંશ સુથાર, G4 - છારીયા ઉનેવાળ બ્રાહ્મણ

ગ્રુપ H : H1 - હાલાઈ લોહાણા, H2 - ગુર્જર સુતાર, H3 - બ્રહ્મક્ષત્રિય, H4 - મોચી

મૅચ-શેડ્યુલ


17 ડિસેમ્બર

સવારે 9.00    A1 v/s A4

સવારે 11.00    A2 v/s A3

બપોરે 1.00    B1 v/s B4

બપોરે 3.00    B2 v/s B3

18 ડિસેમ્બર

સવારે 9.00    C1 v/s C4

સવારે 11.00    C2 v/s C3

બપોરે 1.00    D1 v/s D4

બપોરે 3.00    D2 v/s D3

19 ડિસેમ્બર

સવારે 9.00    E1 v/s E4

સવારે 11.00    E2 v/s E3

બપોરે 1.00    F1 v/s F4

બપોરે 3.00    F2 v/s F3

20 ડિસેમ્બર

સવારે 9.00    G1 v/s G4

સવારે 11.00    G2 v/s G3

બપોરે 1.00    H1 v/s H4

બપોરે 3.00    H2 v/s H3

22 ડિસેમ્બર

સવારે 9.00    A1 v/s A3

સવારે 11.00    A2 v/s A4

બપોરે 1.00    B1 v/s B3

બપોરે 3.00    B2 v/s B4

23 ડિસેમ્બર

સવારે 9.00    C1 v/s C3

સવારે 11.00    C2 v/s C4

બપોરે 1.00    E1 v/s E3

બપોરે 3.00    D2 v/s D4

24 ડિસેમ્બર

સવારે 9.00    D1 v/s D3

સવારે 11.00    E2 v/s E4

બપોરે 1.00    F1 v/s F3

બપોરે 3.00    F2 v/s F4

26 ડિસેમ્બર

સવારે 9.00    G1 v/s G3

સવારે 11.00    G2 v/s G4

બપોરે 1.00    H1 v/s H3

બપોરે 3.00    H2 v/s H4

27 ડિસેમ્બર

સવારે 9.00    A1 v/s A2

સવારે 11.00    A3 v/s A4

બપોરે 1.00    B1 v/s A2

બપોરે 3.00    B3 v/s A4

28 ડિસેમ્બર

સવારે 9.00    C1 v/s C2

સવારે 11.00    C3 v/s C4

બપોરે 1.00    D1 v/s D2

બપોરે 3.00    D3 v/s D4

29 ડિસેમ્બર

સવારે 9.00    E1 v/s E2

સવારે 11.00    E3 v/s E4

બપોરે 1.00    G3 v/s G4

બપોરે 3.00    F3 v/s F4

30 ડિસેમ્બર

સવારે 9.00    G1 v/s G2

સવારે 11.00    H3 v/s H4

બપોરે 1.00    F1 v/s F2

બપોરે 3.00    H1 v/s H2

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ

31 ડિસેમ્બર

સવારે 9.00    ગ્રુપ A નંબર વન ટીમ v/s ગ્રુપ B નંબર ટૂ ટીમ

સવારે 11.00    ગ્રુપ B નંબર વન ટીમ v/s ગ્રુપ A નંબર ટૂ ટીમ

બપોરે 1.00    ગ્રુપ C નંબર વન ટીમ v/s ગ્રુપ D નંબર ટૂ ટીમ

બપોરે 3.00    ગ્રુપ D નંબર વન ટીમ v/s ગ્રુપ C નંબર ટૂ ટીમ

2 જાન્યુઆરી

સવારે 9.00    ગ્રુપ E નંબર વન ટીમ v/s ગ્રુપ F નંબર ટૂ ટીમ

સવારે 11.00    ગ્રુપ F નંબર વન ટીમ v/s ગ્રુપ E નંબર ટૂ ટીમ

બપોરે 1.00    ગ્રુપ G નંબર વન ટીમ v/s ગ્રુપ H નંબર ટૂ ટીમ

બપોરે 3.00    ગ્રુપ H નંબર વન ટીમ v/s ગ્રુપ G નંબર ટૂ ટીમ

ક્વૉર્ટર ફાઇનલ

3 જાન્યુઆરી

સવારે 9.00    પ્રથમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા v/s ત્રીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા

સવારે 11.00    બીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા v/s ચોથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા

બપોરે 1.00    પાંચમી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા v/s સાતમી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા

બપોરે 3.00    છઠ્ઠી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા v/s આઠમી પ્રી-ક્વૉર્ટર ફાઇનલની વિજેતા

સેમી ફાઇનલ

4 જાન્યુઆરી

સવારે 10.00    પ્રથમ ક્વૉર્ટર ફાઇનલની વિજેતા v/s બીજી ક્વૉર્ટર ફાઇનલની વિજેતા

સવારે 12.00    ત્રીજી ક્વૉર્ટર ફાઇનલની વિજેતા v/s ચોથી ક્વૉર્ટર ફાઇનલની વિજેતા

ફાઇનલ : 6 જાન્યુઆરી 2013


મિડ-ડે કપના રોમાંચક નિયમો જાણી લો


બૅટ્સમૅન ઉપરાઉપરી ત્રીજી ફોર મારશે તો એના તેને ચારને બદલે 10 રન મળશે. જોકે રેકૉર્ડ માટે એ ફોર જ ગણાશે.

બૅટ્સમૅન ઉપરાઉપરી બીજી સિક્સ મારશે તો એના તેને 6ને બદલે 1૫ રન મળશે. જોકે રેકૉર્ડ માટે એ સિક્સ જ ગણાશે.

કોઈ ટીમનો બોલર હૅટ-ટ્રિક લેશે તો સામેવાળી ટીમના સ્કોરમાંથી 20 રન ઓછા થઈ જશે.

બોલર સતત ત્રીજો વાઇડ બૉલ નાખશે તો એના બૅટિંગ ટીમને એકને બદલે પાંચ રન મળશે.

બોલર મેઇડન ઓવર નાખશે તો સામેવાળી ટીમના સ્કોરમાંથી 6 રન ઓછા થઈ જશે.

અને...

પાંચમી ઓવર બનશે પાવર ઓવર, જેમાં બૅટથી જેટલા પણ રન થશે એના ડબલ ગણવામાં આવશે. આ ઓવરમાં પડનારી દરેક વિકેટદીઠ 10 રનની બાદબાકી થઈ જશે. આ ઓવરમાં મિડ-ડે કપના જે હટકે નિયમો છે એ લાગુ નહીં પડે. એ ઉપરાંત આ ઓવરમાં પાવર પ્લે પણ નહીં લઈ શકાય; એનો મતલબ એ કે આ ઓવરમાં સર્કલની બહાર વધુમાં વધુ પાંચ પ્લેયર રાખી શકાશે, ઓછા હોય તો ચાલશે.

રમતના અન્ય નિયમો


1.    ટીમમાં વેસ્ટર્નમાં વિરાર સુધીના તથા સેન્ટ્રલમાં શહાડ/બદલાપુર/પનવેલ સુધીના ખેલાડીઓ જ હોવા જોઈએ.

2.    દરેક ટીમે તેમના ખેલાડીઓ તેમની જ જ્ઞાતિના છે એના પુરાવા સાથે રાખવા પડશે, જેથી કદાચ કોઈ ટીમને કંઈ શંકા હોય તો એનું નિવારણ થઈ શકે.

3.    આ સ્પર્ધા સફેદ રંગના લેધર બૉલથી લીગ ધોરણે રમાશે. 32 ટીમોને 4-4 ટીમોનાં 8 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. દરેક ટીમ ઓછામાં ઓછી 3 મૅચ રમશે. એ મૅચોના આધારે દરેક ગ્રુપમાંથી 2 ટીમ આગળના રાઉન્ડમાં એટલે કે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જશે. અહીંથી બધી મૅચો નૉક-આઉટ હશે.

4.    દરેક ટીમે પોતપોતાની ક્રિકેટકિટ લાવવાની રહેશે અને પોતપોતાની મૅચના નર્ધિારિત સમયના એક કલાક પહેલાં મેદાન પર હાજર થઈ જવું પડશે.

૫.    દરેક ખેલાડીએ તેને આપવામાં આવેલો ડ્રેસ તથા સ્પોર્ટ્સ શૂઝ પહેરવાં ફરજિયાત છે. એના વગર રમી નહીં શકાય.

6.    મૅચની દરેક ઇનિંગ્સ 10 ઓવરની રહેશે.

7.    એક બોલરને વધુમાં વધુ બે ઓવર નાખવા મળશે.

8.    દરેક ટીમે 4૫ મિનિટમાં 10 ઓવર પૂરી કરવી પડશે. નર્ધિારિત સમયમર્યાદામાં ઓવરો પૂરી નહીં થાય તો ઓવરદીઠ 10 રનની પેનલ્ટી લાગશે.

9.    દરેક ઇનિંગ્સમાં કુલ ત્રણ ઓવર પાવર પ્લેની રહેશે, જેમાં સર્કલની બહાર ફક્ત બે પ્લેયરને ઊભા રાખી શકાશે. ઇનિંગ્સની પહેલવહેલી ઓવરમાં પાવર પ્લે ફરજિયાત છે. બાકીની બે ઓવરમાંથી એક ઓવર ફીલ્ડિંગ સાઇડની અને એક બૅટિંગ સાઇડની રહેશે. બન્ને ટીમોએ નક્કી કરવાનું કે તેમને ક્યારે પાવર પ્લે રાખવો છે. જો આઠમી ઓવર સુધી બન્ને ટીમોએ પાવર પ્લે નહીં લીધો હોય તો નવમી અને દસમી ઓવરમાં ઑટોમેટિકલી પાવર પ્લે લાગુ પડશે. બાકીની 7 ઓવરમાં સર્કલની બહાર વધુમાં વધુ પાંચ પ્લેયર રાખી શકાશે, ઓછા હોય તો ચાલશે.

10.    બોલરના ઓવર-સ્ટેપિંગવાળા નો-બૉલ પછીના બૉલમાં બૅટ્સમૅનને ફ્રી હિટ મળશે.

11.    એ સિવાય twnenty20ના તમામ ઇન્ટરનૅશનલ નિયમો આ સ્પર્ધાને લાગુ પડશે.

12.    અમ્પાયરોનો નર્ણિય ફાઇનલ ગણાશે.

13.    કોઈ પણ ખેલાડીનું હરીફ ખેલાડીઓ કે અમ્પાયરો સાથેનું ખરાબ વર્તન ચલાવી નહીં લેવાય અને તેને તરત જ સ્પર્ધામાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવશે.

બન્ને સાઇડથી ફ્લૅટ હોય એવું બૅટ પણ વાપરી શકાશે

ફાઇનલ 10-10 ઓવરની બે ઇનિંગ્સની હશે અને બન્ને ઇનિંગ્સમાં નવો ટૉસ કરવામાં આવશે. ટેસ્ટમૅચની જેમ પહેલી ઇનિંગ્સની લીડ કૅરી-ફૉર્વર્ડ થશે

મૅચ ટાઇ થાય તો?


મૅચ ટાઇ થાય તો વિજેતા નક્કી કરવા સુપરઓવર કૉન્ટેસ્ટ થશે. સુપરઓવર કૉન્ટેસ્ટ એટલે બન્ને ટીમ વચ્ચે એક-એક ઓવરની નવી મૅચ. એના માટે ફરીથી ટૉસ થશે. આ કૉન્ટેસ્ટ માટે બન્ને ટીમોએ ત્રણ બૅટ્સમેન અને એક બોલર જાહેર કરવા પડશે. ફીલ્ડિંગ માટે તો આખી ટીમ મેદાનમાં ઊતરશે. આ એક ઓવરમાં પહેલા ત્રણ બૉલમાં સર્કલની બહાર બે જ ફીલ્ડર રાખી શકાશે અને બાકીના ત્રણ બૉલમાં સર્કલની બહાર પાંચથી વધુ ફીલ્ડર નહીં રાખી શકાય, ઓછા હોય તો ચાલશે. જો કોઈ ટીમની બે વિકેટ પડી જાય તો એની ઇનિંગ્સ પૂરી. જો આ નવી મૅચ પણ ટાઇ થાય તો જે ટીમે 10 અને 1 ઓવરની બન્ને મૅચમાં મળીને વધુ સિક્સ મારી હશે એ જીતશે. બન્ને ટીમનો સિક્સરનો સ્કોર પણ સરખો હોય તો જે ટીમે બન્ને મૅચમાં મળીને વધુ ફોર મારી હશે એ જીતશે. એનો આંકડો પણ સરખો હોય તો છેલ્લે ટૉસ ઉછાળીને વિજેતા નક્કી થશે.

મિડ-ડે આ નિયમોમાં કોઈ પણ ઘડીએ સુધારા-વધારા, ઉમેરા-બાદબાકી કરી શકશે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK