લીગ રાઉન્ડનો પ્રથમ તબક્કો પૂરો

Published: 21st December, 2012 06:22 IST

મેઘવાળ, વૈંશ સુથાર, હાલાઈ લોહાણા અને ગુર્જર સુતારનો વિજય, વન-સાઇડેડ મૅચમાં છારીયા ઉનેવાળ બ્રાહ્મણ, આહિર, મોચીની હાર : રસાકસીમાં બ્રહ્મક્ષત્રિયનો પરાજયમિડ-ડે કપ ૨૦૧૩ ટુર્નામેન્ટમાં ગઈ કાલે લીગ રાઉન્ડના પ્રથમ તબક્કાનો અંતિમ દિવસ હતો. ચારમાંથી પહેલી ત્રણ મૅચ વન-સાઇડેડ હતી અને છેલ્લા મુકાબલામાં રસાકસી જોવા મળી હતી.

મૅચ ૧

છારીયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમે બૅટિંગ મળ્યાં પછી ધબડકા સાથે શરૂઆત કરી હતી. પહેલી ઓવર મેઘવાળના યોગેશ પડાયાની હતી જે મેઇડન રહી હતી જેના કારણે બૅટિંગ ટીમના ટોટલમાંથી ૬ રનની બાદબાકી થઈ ગઈ હતી. ચોથી ઓવરના અંત સુધીમાં ટોટલ માત્ર પાંચ રન હતું અને બીજી ત્રણ વિકેટ પડી ગઈ હતી. પાવર ઓવરમાં પણ વિકેટ પડવાને લીધે ટોટલમાંથી ૧૦ રન કપાઈ ગયા હતા અને ટોટલ ફક્ત ૩ રન રહ્યું હતું. ત્યાર પછી ૧૦મી ઓવરના અંત સુધીમાં ટોટલ માત્ર ૩૫ રન સુધી પહોંચી શક્યું હતું અને ઇનિંગ્સના છેલ્લા બૉલમાં આખરી વિકેટ પડી હતી. દિવેશ બારિયા અને અવિનાશ રાઠોડે પોતાની બીજી ઓવરના છેલ્લા બે બૉલમાં બે વિકેટ લીધી હતી. એ સાથે તેમના સ્પેલ પૂરાં થઈ જતાં તેમણે હૅટ-ટ્રિકનો ચાન્સ ગુમાવ્યો હતો.

મેઘવાળે ઓપનરો યોગેશ પડાયા અને નરેશ મારુની ૩૯ રનની અતૂટ ભાગીદારીની મદદથી બીજી જ ઓવરના ચોથા બૉલમાં જીત પર કબજો કરી લીધો હતો.

ટૂંકો સ્કોર : છારીયા ઉનેવાળ બ્રાહ્મણ : ૧૦ ઓવરમાં ૩૫ રને ઑલઆઉટ (રવિ જાની ૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૧ રન, દિવેશ બારિયા ૨-૦-૩-૩, હિતેશ પડાયા ૨-૦-૪-૨, અવિનાશ રાઠોડ ૨-૦-૨૦-૨ અને યોગેશ પડાયા ૨-૧-૩-૧)

મેઘવાળ : ૧.૪ ઓવરમાં વિના વિકેટે ૩૯ રન (યોગેશ પડાયા ૭ બૉલમાં ચાર ફોર સાથે ૧૮ નૉટઆઉટ, નરેશ મારુ એક બૉલમાં સિક્સર સાથે ૬ નૉટઆઉટ)

મૅન ઑફ ધ મૅચ : યોગેશ પડાયા (મેઘવાળ)

મૅચ ૨

આહિરે બૅટિંગ લીધા પછી પહેલી બે ઓવરમાં ૧૫ રન બનાવ્યા હતા, પરંતુ બે વિકેટ પણ ગુમાવી હતી. પાવર ઓવરના ૧૨ રન સિવાય બીજી ઓવરોમાં છથી આઠ રન બન્યા હતા અને છેલ્લે ટોટલ ૬૫ રન રહ્યું હતું જેમાં ૧૦ વાઇડના રનનો સમાવેશ હતો.

વૈંશ સુથારે આહિરના નારણ આહિરની પ્રથમ ઓવરમાં બે બૉલમાં બે વિકેટ ગુમાવી હતી. ચોથી ઓવરમાં પણ બે વિકેટ પડી હતી, પરંતુ ધબડકો ત્યાં જ અટકી ગયો હતો. રનમશીન સારી ગતિએ આગળ વધતું રહ્યું હતું અને બૅટિંગ સાઇડે આઠમી ઓવરના પ્રથમ બૉલમાં ૬૬ રનના ટોટલ સાથે છ વિકેટે આસાનીથી મૅચ જીતી લીધી હતી. આ ૬૬ રનમાં ૧૯ રન વાઇડના હતા.

ટૂંકો સ્કોર : આહિર : ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૬૫ રન (લક્ષ્મણ આહિર ૨૧ બૉલમાં એક ફોર સાથે ૧૬ રન,

જિતુ પઢિયાર ૨-૦-૮-૩, અલ્કેશ કાતેલિયા ૨-૦-૧૧-૨, કુણાલ ગોધરિયા ૨-૦-૧૭-૨)

વૈંશ સુથાર : ૭.૧ ઓવરમાં ચાર વિકેટે ૬૬ રન (જિતુ પઢિયાર ૧૩ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૫ નૉટઆઉટ, નિમેશ વજા ૧૬ બૉલમાં બે ફોર સાથે ૧૨ નૉટઆઉટ, કમલેશ આહિર ૨-૦-૮-૨ અને નારણ આહિર ૨-૦-૧૫-૨)

મૅન ઑફ ધ મૅચ : જિતુ પઢિયાર (વૈંશ સુથાર)

મૅચ ૩

હાલાઈ લોહાણાએ બૅટિંગ લઈને ધમાકેદાર શરૂઆત કરી હતી. પ્રથમ ઓવરમાં ૧૩ રન બન્યા હતા અને ચોથી ઓવરના અંત સુધીમાં ટોટલ માત્ર એક વિકેટે ૪૩ રન પર પહોંચી ગયું હતું. પાવર ઓવરમાં બીજા બાવીસ રન બન્યા હતા. ઓપનર પ્રશાંત વિઠલાણીએ છેક સુધી એક છેડો સાચવી રાખ્યો હતો અને એક પછી એક કુલ ચાર પાર્ટનર સાથે રનમશીનને વેગ આપવાનું ચાલુ રાખ્યું હતું. ૧૦મી ઓવરને અંતે ટોટલ ચાર વિકેટે ૧૨૮ રન રહ્યું હતું.

મોચીની ટીમ માટે ૧૨૯નો ટાર્ગેટ શરૂઆતથી પ્રચંડ બની ગયો હતો. એ બોજ નીચે ચાર ઓવરમાં બે વિકેટે માત્ર ૨૧ રન બન્યા હતા અને પછી હાલાઈ લોહાણાના લેફ્ટ આમ સ્પિનર વિરલ ઠક્કરે પાવર ઓવરમાં ત્રણ વિકેટ લઈને બૅટિંગ ટીમને એવા ત્રણ આંચકા આપ્યા હતા કે એનું ટોટલ -૭ થઈ ગયું હતું. એ આઘાતમાંથી બૅટિંગ ટીમ છેક સુધી બહાર નહોતી આવી શકી અને છેવટે એનો ૧૦૯ રનથી પરાજય થયો હતો.

ટૂંકો સ્કોર : હાલાઈ લોહાણા : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૧૨૮ રન (પ્રશાંત વિઠલાણી ૨૪ બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોર સાથે ૪૮ નૉટઆઉટ, અંકિત વાઘેલા ૨-૦-૨૩-૨)

મોચી : ૧૦ ઓવરમાં ૯ વિકેટે ૧૯ રન (મુકુંદ પરમાર ૧૫ બૉલમાં બે ફોર સાથે ૧૪ નૉટઆઉટ, વિરલ ઠક્કર ૨-૦-૮-૪)

મૅન ઑફ ધ મૅચ : પ્રશાંત વિઠલાણી (હાલાઈ લોહાણા)

મૅચ ૪

લીગ રાઉન્ડના પ્રથમ તબક્કાની આ છેલ્લી મૅચમાં ગુર્જર સુતારે બૅટિંગ લઈને પ્રથમ ઓવરની વિકેટ સાથે ધીમો પ્રારંભ કયોર્ હતો, પરંતુ પછીની પાવર ઓવર સિવાય બાકીની લગભગ બધી ઓવરોમાં વિકેટ ગુમાવી હતી. જોકે બ્રહ્મક્ષત્રિયના કૅપ્ટન હિરેન નર્મિલે જે ૧૦મી ઓવર કરી હતી એમાં બૅટ્સમૅન ચિંતન ઘોરેચાની પ્રથમ બે બૉલની બે સિક્સરની મદદથી બૅટિંગ સાઇડને બીજી સિક્સરના છને બદલે ૧૫ રન મળ્યાં હતા અને એ સાથે ઓવરમાં કુલ ૨૪ રન બન્યા હતા. આ ૨૪ રન પછીથી બ્રહ્મક્ષત્રિયની ટીમને છેલ્લે નડ્યા હતા, કારણ કે એની ૬ રનથી હાર થઈ હતી.

બ્રહ્મક્ષત્રિયની ટીમે પ્રારંભિક ઓવરની વિકેટ સાથે મંદ શરૂઆત કરી હતી. આ ટીમે વિકેટ ફક્ત ચાર ગુમાવી હતી, પરંતુ ગુર્જર સુતારના બોલરોએ બૅટ્સમેનોને બાંધીને રાખ્યા હતા અને બ્રહ્મક્ષત્રિયની ટીમનું ટોટલ ૧૦મી ઓવરને અંતે ૯૪ રન પર અટકી ગયું હતું.

ટૂંકો સ્કોર : ગુર્જર સુતાર : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૧૦૦ રન (ધર્મેશ અનુવાડિયા ૨૧ બૉલમાં છ ફોર સાથે ૩૨ રન, રુષભ જાજલ ૨-૦-૧૬-૨)

બ્રહ્મક્ષત્રિય : ૧૦ ઓવરમાં ૪ વિકેટે ૯૪ રન (રુષભ જાજલ ૨૯ બૉલમાં ત્રણ ફોર સાથે ૩૧ રન, ઉર્વિશ બોસમિયા ૯ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૦ નૉટઆઉટ, પરેશ અનુવાડિયા ૨-૦-૧૨-૨)

મૅન ઑફ ધ મૅચ : ધર્મેશ અનુવાડિયા (ગુર્જર સુતાર)

આજે મૅચો નહીં રમાય. ક્રિકેટપાર્ટીના મુકાબલા ફરી આવતી કાલથી

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

ચરોતર રૂખી (A૧)

V/S

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન (A૩)

સવારે ૧૧.૦૦

પ્રજાપતિ કુંભાર (A૨)

V/S

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ (A૪)

બપોરે ૧.૦૦

કચ્છ-વાગડ લેઉવા પટેલ (B૧)

V/S

ગુર્જર ક્ષત્રિય કડિયા (B૩)

બપોરે ૩.૦૦

કચ્છી કડવા પાટીદાર (B૨)

V/S

બાલાસિનોર (B૪)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK