(વધુ તસ્વીરો નીચે)
મૅચ ૧
ગયા વખતના મિડ-ડે કપના ચૅમ્પિયન ચરોતર રુખીએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. પ્રારંભિક બોલર હર્ષ રાતડિયાના પ્રથમ બે ડૉટ-બૉલ પછી ત્રીજા બૉલમાં ઓપનર શૈલેશ સોલંકીના હાથે આ વખતની ટુર્નામેન્ટનો પ્રથમ રન બન્યો હતો. ચરોતર રુખીએ આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન, કૅપ્ટન તથા ગયા વર્ષના મૅન ઑફ ધ સિરીઝ ખીમજી મકવાણાના ૮૩ રનની મદદથી માત્ર એક વિકેટના નુકસાન સાથે ૧૩૬ રન બનાવ્યા હતા. ખીમજી મકવાણાએ ૧૦ સિક્સર અને બે ફોર સાથે જબરદસ્ત ફટકાબાજીથી પરેલનું સ્ટેડિયમ ગજાવી દીધું હતું. ખીમજી મકવાણાએ માત્ર ૨૯ બૉલમાં ૮૩ રન બનાવ્યા હતા અને છેક સુધી આઉટ નહોતો થયો.
સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનની ટીમે જવાબમાં ૨૦ એક્સ્ટ્રા રનની મદદથી માત્ર ૬૮ રન બનાવ્યા હતા અને એટલા જ રનના માર્જિનથી એણે હાર ખમવી પડી હતી. ઓપનર હર્ષ શાહના ૨૪ રન ટીમમાં હાઇએસ્ટ હતા. તેના પછી નવમા નંબરના બૅટ્સમૅન કલ્પેશ કોઠારીના એક સિક્સર અને એક ફોરની મદદથી બનેલા ૧૩ રન સેકન્ડ-હાઇએસ્ટ હતા.
ચરોતર રુખીના ચેતન સોલંકીએ પોતાની પ્રથમ ઓવરના ત્રણ બૉલમાં પાંચ રનના ખર્ચે લીધેલી બે વિકેટ તેમ જ નરેશ મકવાણાએ એક જ ઓવરમાં એક રનના ખર્ચે લીધેલી બે વિકેટ આ વિજેતા ટીમની વળતી લડતનાં સૌથી મુખ્ય આકર્ષણો હતાં.
મૅચ ૨
લુહાર સુતાર તરફથી બૅટિંગ મળતાં દશા સોરઠિયા વણિકે ૭ વિકેટે ૯૪ રન બનાવ્યા હતા જેમાં ૨૧ રન એક્સ્ટ્રા હતા. ઓપનર નિખિલ શાહના ૨૭ રન આ ટીમમાં હાઇએસ્ટ હતા. તેણે ૩૯ મિનિટની ઇનિંગ્સમાં ૨૧ બૉલમાં પાંચ ફોર ફટકારી હતી. પંકજ મકવાણા અને પારસ ચિત્રોડાની ઓવરોમાં પુષ્કળ રન બન્યા હતા, પરંતુ શ્રેય પીઠવાએ માત્ર પાંચ રનના ખર્ચે બે વિકેટ લીધી હતી. તેની તેમ જ અંકિત હરસોરાની ચુસ્ત લાઇન ઍન્ડ લેન્ગ્થવાળી બોલિંગને કારણે દશા સોરઠિયા વણિકનો સ્કોર કન્ટ્રોલમાં રહેશે એવું લાગતું હતું, પણ પછી તેઓ સન્માનજનક જુમલો નોંધાવવામાં સફળ થયા હતા.
લુહાર સુતારે જવાબમાં આક્રમક શરૂઆત કરી હતી. જોકે પ્રથમ ઓવરમાં ૧૨ રન સામે એક વિકેટ પડી હોવાથી બન્ને ટીમોનો હિસાબ બરાબરીમાં રહ્યો હતો. ઓપનર કર્ણ કારેલિયાએ બાવીસ બૉલમાં બે સિક્સર અને સાત ફોર સાથે ૪૯ રન બનાવ્યા હતા અને ફોર મારીને લુહાર સુતારને વિજય તો અપાવ્યો હતો, પરંતુ એક રન માટે તે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. લુહાર સુતારે ૭.૩ ઓવરમાં બે વિકેટે ૯૭ રન બનાવીને આઠ વિકેટના માર્જિનથી મૅચ જીતી લીધી હતી.
સેન્ચુરીનું કન્ફ્યુઝન કેમ થયું?
ગઈ કાલે પ્રારંભિક મૅચમાં ચરોતર રુખીના કૅપ્ટન અને ઓપનર ખીમજી મકવાણાના હાથે મિડ-ડે કપના ઇતિહાસની પ્રથમ સેન્ચુરી થઈ હોવાની જાહેરાત થઈ હતી, પરંતુ મિડ-ડે કપના હટકે રૂલ્સને લીધે જે એક્સ્ટ્રા રન મળે છે એ પણ સ્કોરરે ખીમજીના ખાતામાં નાખી દેવાથી આ કન્ફ્યુઝન થયું હતું. હકીકતમાં એ સદી નહોતી અને ખીમજી મકવાણા ૮૩ રને નૉટઆઉટ રહ્યો હતો.
સ્કોર-ર્બોડ
મૅચ ૧
ચરોતર રુખી-A1
૧૦ ઓવરમાં ૧૩૬/૧ (ખીમજી મકવાણા ૨૯ બૉલમાં ૧૦ સિક્સર અને બે ફોર સાથે ૮૩ નૉટઆઉટ, શૈલેશ સોલંકી ૨૨ બૉલમાં એક ફોર સાથે ૧૪, કલ્પેશ કોઠારી ૨-૨-૧૩-૧)
V/S
સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન-A4
૯.૩ ઓવરમાં ૬૮/૧૦ (હર્ષ શાહ ૧૭ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૪, ચેતન સોલંકી ૦.૩-૦-૫-૨, નરેશ મકવાણા ૧-૦-૧-૨, નીતિન સોલંકી ૨-૦-૨-૨, યશરાજ વાઘેલા ૨-૦-૧૮-૨
મૅચ ૨
દશા સોરઠિયા વણિક-A3
૧૦ ઓવરમાં ૯૪/૭ (નિખિલ શાહ ૨૧ બૉલમાં પાંચ ફોર સાથે ૨૭, પ્રિયાંક સંગાણી ૬ બૉલમાં ૩ ફોર સાથે ૧૬ નૉટઆઉટ, શ્રેય પીઠવા ૨-૦-૫-૨)
V/S
લુહાર સુતાર-A2
૭.૩ ઓવરમાં ૯૭/૨ (કર્ણ કારેલિયા ૨૨ બૉલમાં બે સિક્સર અને સાત ફોર સાથે ૪૯ નૉટઆઉટ, નિખિલ શાહ ૨-૦-૧૫-૧)
(તસ્વીરો : નિમેશ દવે, અતુલ સાંગાણી, દત્તા કુંભાર)
સાંભળી ન શકતી આ મહિલા બાઇકર શરૂ કરવા જઈ રહી છે ૬૫૦ દિવસમાં ૯૪ દેશોની બાઇકયાત્રા
28th February, 2021 08:55 ISTહતાશ થયા હો તો અહીં તમતમારે તોડફોડ કરો અને ગુસ્સો ઉતારો
28th February, 2021 08:52 IST૮૧ વર્ષે આ દાદીમા બની ગયા છે સોશ્યલ મીડિયાના ફિટનેસ-સ્ટાર
28th February, 2021 08:49 ISTઆ બહેને સુપરમાર્કેટમાં બધાની સામે જ અન્ડરવેઅર કાઢી માસ્કની જેમ પહેરી લીધી
28th February, 2021 08:29 IST