દેશની સૌથી મુશ્કેલ ક્રૉસ-કન્ટ્રી કાર રૅલીમાં કમાલ કરી ખ્યાતિ મોદીએ

Updated: Jul 24, 2019, 15:34 IST | દિલ્હી

ગરમી, વરસાદ અને વંટોળ છતાં હિંમત હાર્યા વગર રૅલી પૂરી કરી કરનાર તે એકમાત્ર મહિલા હતી

ખ્યાતિ મોદી
ખ્યાતિ મોદી

\સમગ્ર ભારતના કુલ ૩૪ રેસર અને નેવિગેટરની ટીમે અતિમુશ્કેલ ‘ડેઝર્ટ સ્ટોર્મ ૨૦૧૯’માં ભાગ લીધો હતો જેમાં ખ્યાતિ મોદી એકમાત્ર લેડી હતી જેણે ફિનિશ લાઇન ક્રૉસ કરી હતી. ડેઝર્ટ સ્ર્ટોમ ૨૦૧૯ એ ભારતની સખત અઘરી અને સૌથી લાંબી ક્રૉસ કન્ટ્રી ડેઝર્ટ કાર રૅલી છે. ખ્યાતિ ભયંકર ગરમી, વરસાદ, વંટોળ વગેરે અલગ-અલગ વાતાવરણમાં રેસ ફિનિશ લાઇન ક્રૉસ કરવામાં સફળ રહી હતી.

તેણે પોતાની શાનદાર અચીવમેન્ટ વિશે મીડિયાને કહ્યું કે ‘આ વર્ષે પહેલી વખત મેં ગ્રૅન્ડ વિટારા રેસમાં ભાગ લીધો હતો. મારો સૌથી પહેલો ટાર્ગેટ રૅલી ફિનિશ કરવાનો હતો. ૨૦૦ કિલોમીટર સ્ટેજ ભૂલી શકાય એમ નહોતો અને છેલ્લે દિવસે ૪એ અને ૪બી સ્ટેજ પણ ખૂબ ચૅલેન્જિંગ હતો, કારણ કે પહેલાં ત્યાં વરસાદ પડ્યો અને પછી વંટોળનું તોફાન આવ્યું હતું જે રૅલી દરમ્યાન નડ્યું હતું.

આ પણ વાંચોઃ એક મેચ ઐસી ભીઃ તમામ 10 બેટ્સમેન ઝીરો રનમાં થયા આઉટ, રાહુલ ગાંધી સાથે છે કનેક્શન

અતિશય ધૂળને કારણે આગળનો રસ્તો દેખાતો નહોતો. આ અસહ્ય રેસ જીતવામાં મારું મોટરસ્ર્પોટ માટેનું પૅશન જવાબદાર છે. સ્ટૉક ક્લાસ કૅટેગરીમાં ચોથા સ્થાને આવવા બદલ મને આનંદ છે. હું મારા પાંચેય સ્પોન્સરોનો ધન્યવાદ કરું છું જેની વગર આ રેસ મારા માટે શક્ય નહોતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK