World Cup 2019 : વર્લ્ડ કપ પહેલા ભાવુક થયો હાર્દિક પંડ્યા

મુંબઈ | May 25, 2019, 19:54 IST

વર્લ્ડ કપ પહેલા અભ્યાસ મેચની શરૂઆત થઇ ચુકી છે. 24 મેથી 28 મે સુધી અભ્યાસ મેચ રમાશે. ત્યારે ભારતયી ટીમના સ્ટાર ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલ ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાર્દિક પંડ્યા (PC : AP)
હાર્દિક પંડ્યા (PC : AP)

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપને શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ ટીમોએ પોતાની આખરી તૈયારીઓ કરી લીધી છે. વર્લ્ડ કપ પહેલા અભ્યાસ મેચની શરૂઆત થઇ ચુકી છે. 24 મેથી 28 મે સુધી અભ્યાસ મેચ રમાશે. ત્યારે ભારતયી ટીમના સ્ટાર ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલ ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક ફોટો શેર કરી છે. આ ફોટો શેર કરતા હાર્દિક પંડ્યા ઘણ ભાવુક થઇ ગયો હતો.

Hardik Pandya
Image Courtesy : Hardik Pandya Twitter

શું કામ ભાવુક થયો હાર્દિક પંડ્યા...?

હાર્દિક પંડ્યાએ પોતાના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કરી હતી. જેને લાખો લોકોએ પસંદ પણ કરી હતી. પરંતુ તેણે ફોટામાં લખેલા મેસેજથી ખ્યાલ આવી જાય કે આજે ઘણો ભાવુક થઇ ગયો છે. જોકે તેના ચાહકો પણ ઘણા ભાવુક થઇ ગયા હતા.

“2011 માં ભારતીય ટીમને સપોર્ટ કરવો અને ત્યાર બાદ જીતની ખુશી મનાવવાથી લઇનને, 2019 માં દેશ માટે વિશ્વ કપ રમવા સુધીની સફર, એક સપનું સાકાર થવા જેવું છે.”


સપનું સાકાર થવા જેવું છે : હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાના કહેવા પ્રમાણે 2011 ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવાથી લઇને ઇતિહાસ રચ્યા બાદ તેની ઉજવણી કરી અને હવે એજ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા માટે રમવું એ કોઇ મોટા સપના સાચા થવાથી ઓછું નથી.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ વર્ષ 2011 નો વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો હતો. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો અને 1983 બાદ ફરી ભારતે વર્લ્ડ કપ જીત્યો.

આ પણ જુઓ : World Cup 2019:વર્લ્ડ કપના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા

હાર્દિકનો આ પહેલો વર્લ્ડ કપ છે
25 વર્ષીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાનો આ પહેલો વર્લ્ડ કપ છે. ભલે હાર્દિકનો આ પહેલો વર્લ્ડ કપ હોય. પણ આ પહેલા ICC ની મોટી ટુર્નામેન્ટમાં તે રમી ચુક્યો છે. વર્ષ 2016માં રમાયેલ ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો સભ્ય હતો. ત્યાર બાદ વર્ષ 2017માં ઇંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ હાર્દિક ભારતીય ટીમનો સભ્ય હતો. આ વખતે ભારતીય ટીમ અને ચાહકોને હાર્દિક પંડ્યા પાસેથી ઘણી મોટી આશાઓ રહેલી છે.

હાર્દિક પંડ્યાનો વન-ડે રેકોર્ડ
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી કુલ 45 વન-ડે મેચ રમી છે. જેમાં તેણે 29.24ની એવરેજથી 731 રન કર્યા છે. વન-ડે તેના નામે 4 અડધી સદી છે. જ્યારે બોલીંગમાં તેણે 5.53 ની ઇકોનોમીથી કુલ 44 વિકેટો ઝડપી છે. જેમાં 31 રનમાં 3 વિકેટ તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK