વિજય હજારે : પાર્થિવ અને પ્રિયાંક પંચાલની શાનદાર ઇનીંગને પગલે ગુજરાત સેમી ફાઇનલમાં

Published: 20th October, 2019 20:26 IST | Mumbai

ગુજરાતી ટીમે શાનદાર પ્રદર્શન કરતા દિલ્હીને માત આપી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુકાની પાર્થિવ પટેલના 76 રન અને પ્રિયાંક પંચાલના 80 રન ગુજરાતીની જીત માટે મહત્વનું યોગદાન હતું.

પ્રિયાંક પંચાલ અને પાર્થિવ પટેલ (PC : File)
પ્રિયાંક પંચાલ અને પાર્થિવ પટેલ (PC : File)

Mumbai : સ્થાનીક ક્રિકેટમાં વિજય હજારે ટ્રોફી તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. જેમાં ગુજરાતી ટીમે શાનદાર પ્રદર્શન કરતા દિલ્હીને માત આપી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુકાની પાર્થિવ પટેલના 76 રન અને પ્રિયાંક પંચાલના 80 રન ગુજરાતીની જીત માટે મહત્વનું યોગદાન હતું. બંનેએ પહેલી વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા દિલ્હીની ટીમ 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ દરમિયાન ખરાબ હવામાનને કારણે રમત રોકવી પડી અને મેચને 49 ઓવરની કરી દેવામાં આવી હતી.

ખરાબ હવામાનના કારણે મેચ 49 ઓવરની થઇ અને ગુજરાતને મળ્યો 225 રનનો લક્ષ્યાંક
ખરાબ હવામાનના કારણે મેચને 49 ઓવરની કરવી પડી હતી. જેથી ગુજરાતની વીજેડી મેથડથી
49 ઓવરમાં જીત માટે 225 રનનો લક્ષ્ય મળ્યો હતો. પણ ગુજરાતની ટીમે 37.5 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 225 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હીના કેપ્ટન ધ્રુવ શોરે (91) સદી બનાવવાથી ચુકી ગયો હતો. તેણે 109 બોલની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. નિતીશ રાણા (33), હિમ્મત સિંહ (26) અને લલિત યાદવ (28) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. ગુજરાત માટે ચિંતન ગજા અને અરજાન નગવાસ્વલ્લાએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે પીયૂષ ચાવલાએ બે બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. નાના લક્ષ્યનો ગુજરાતે આક્રમક અંદાજમાં પીછો કર્યો હતો.

આ પણ જુઓ : પ્રિયાંક પંચાલઃટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર

પાર્થિવ અને પંચાલે 23.1 ઓવરમાં 150 રનની ભાગીદારી કરી હતી. પાર્થિવ આ દરમિયાન આક્રમક રહ્યો, જેણે 60 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પંચાલે 91 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK