Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Pro Kabaddi League : ગુજરાત ફોરચ્યુન જાયન્ટ ટીમે લોન્ચ કરી નવી જર્સી

Pro Kabaddi League : ગુજરાત ફોરચ્યુન જાયન્ટ ટીમે લોન્ચ કરી નવી જર્સી

24 July, 2019 03:49 PM IST | Ahmedabad

Pro Kabaddi League : ગુજરાત ફોરચ્યુન જાયન્ટ ટીમે લોન્ચ કરી નવી જર્સી

ગુજરાત ફોરચ્યુ જાયન્ટે લોન્ચ કરી નવી જર્સી

ગુજરાત ફોરચ્યુ જાયન્ટે લોન્ચ કરી નવી જર્સી


Ahmedabad : હવે 20 જુલાઇથી પ્રો કબડ્ડી લીગની 7 સિઝન શરૂ થઇ રહી છે. ત્યારે આ લીગમાં ગુજરાતની પોતાની ટીમ ગુજરાત ફોરચ્યુન જાયન્ટ ટીમ શાનદાર છેલ્લી બે સિઝનથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે સોમવારે અમદાવાદમાં ગુજરાતની ટીમે એક સમારંભમાં કોચ, ખેલાડીઓએ  ફોરચ્યુન જાયન્ટસ ટીમની નવી જર્સી લોન્ચ કરી હતી. આ નવી જર્સી લોન્ચ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અભિનેતા મલ્ગાર ઠાકર અને અભિનેત્રી આરોહી પટેલ હાજર રહ્યા હતા.

Gujarat Fortune Jaints (GFG)
GFG નું નવું સોન્ગ : ઇસ બાર છોડના નહી
ટીમની નવી પ્રચાર ઝુંબેશ "ઈસ બાર છોડના નહી" છેલ્લી બે સિઝનમાં છેક સુધી રોમાંચક દેખાવ કર્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ આગામી સિઝનમાં ટીમ જે પ્રકારે ઉમદા પ્રદર્શન કરવા માટે સજ્જ બની છે તે અંગેનો ઈરાદો વ્યક્ત કરે છે. આ પ્રસંગે નવી પ્રચાર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર પાંચ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા છતાં પ્રો કબડ્ડી લીગ દેશમાં ખૂબ જ લોકપ્રિય સ્પોર્ટીંગ લીગ તરીકે ઉભરી આવી છે.
12 ટીમની લીગ કબડ્ડીના ચાહકોના દિલમાં રેઈડ કરવા તૈયારી કરી રહી છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ગુજરાત પોતાની પહેલી મેચ બેંગ્લોર બુલ્સ સામે રમશે
પ્રો કબડ્ડી લીગની સિઝન
7ની શરૂઆત 20મી જુલાઈના રોજ થશે. ત્યારે સુકાની સુનિલ કુમારની આગેવાની હેઠળની ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ પોતાની પહેલી મેચ બેંગલુરુ બુલ્સ સાથે રમશે. ગુજરાતની પોતાની ટીમના હોમ લેગનો પ્રારંભ તા. 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે થશે. એ પછી ત્યાં તા. 11,14 અને 16ના રોજ વિવિધ મેચ રમાશે. છેલ્લી બે સિઝનની ફાયનલ મેચમાં  થોડાક પોઈન્ટસથી ચૂકી જનાર જીએફજીની ટીમ લીગની ત્રીજી એડિશનમાં અને એકંદરે સાતમી એડીશનમાં હિસાબ ચૂક્તે કરવા તૈયારી કરી રહી છે. આ હેતુથી ટીમમાં યુવાન તથા અનુભવી ખેલાડીઓનો સમન્વય કરવમાં આવ્યો છે. 

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

અમે વધુ સારા પ્રદર્શન કરવા અને ચાહકોના દિલ જીતવા સજ્જ છીએ
: સંજય અડેસરા
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ટીમના સીઈઓ સંજય અદેસરાએ જણાવ્યું હતું કે
છેલ્લી બે સિઝનમાં પોતાનો દેખાવ સુધારવાની દિશામાં કામ કરવા ઉપરાંત તે કબડ્ડીના ચાહકોનાં દિલ જીતવા માટે પણ સજજ છે. અમે પ્રથમ બે સિઝનમાં નવી ટીમ હતી.છતાં અમે જ્યાં જ્યાં પણ રમ્યા ત્યાં કબડ્ડીના ચાહકોનો અમને ખૂબ જ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે.  ફરી એક વાર અમે એક ટીમ તરીકે ઉત્તમ દેખાવ કરવા માટે સજ્જ બન્યા છીએ અને અમારા ચાહકોને ગૌરવ થાય તેવુ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીશું.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:49 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK