Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > PKL 2019:હોમ ગ્રાઉન્ડમાં ગુજરાતની ટીમ હારનો સિલસિલો રોકવા મેદાને ઉતરશે

PKL 2019:હોમ ગ્રાઉન્ડમાં ગુજરાતની ટીમ હારનો સિલસિલો રોકવા મેદાને ઉતરશે

16 August, 2019 04:31 PM IST | Ahmedabad

PKL 2019:હોમ ગ્રાઉન્ડમાં ગુજરાતની ટીમ હારનો સિલસિલો રોકવા મેદાને ઉતરશે

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ


Ahmedabad : Pro Kabaddi League 2019 માં આજે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ હારનો સીલસીલો તોડવાના હેતુથી મેદાન પર ઉતરશે. આજે ગુજરાતનો સામનો અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિંક પેંથર્સ ટીમ સામે થશે. બંને વચ્ચે આ મેચ અમદાવાદના ટ્રાંસસ્ટેડિયામાં સાંજે 8:30 વાગે રમાશે.

ગુજરાતની ટીમ હોમ ગ્રાઉન્ડમાં હારનો સિલસીલો રોકવાના ઇરાદાથી મેદાન પર ઉતરશે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડ મેદાન પર પોતાની તમામ ત્રણેય મેચ હારી ચુક્યું છે. ત્યારે આ પહેલાવાર બન્યું છે કે ગુજરાતની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં મેચ હારી છે અને તે પણ ત્રણ મેચ હારી છે. ત્યારે પોતાના આ હારના સીલસીલાને રોકવાના ઇરાદાથી આજે જયપુર સામે મેદાન પર ઉતરશે.

 





જયપુર ટીમે ગઇકાલે 33-25થી પુણેરી પલ્ટનને માત આપી
જયપુર પિંક પેથર્સે પોતાની ગત મેચમાં પુનેરી પલ્ટનને 33-25 થી માત આપી હતી. તો બીજી તરફ ગુજરાત પોતાની ગત 4 મેચમાં સતત હારનો સામનો કરી ચૂકી છે. સ્કોરબોર્ડ પર નજર કરીએ તો જયપુર 6 માંથી 5 મેચ જીતીને ત્રીજા સ્થાને, જ્યારે ગુજરાતમાં 8 માંથી 5 મેચ હારીને સાતમા સ્થાને છે.


આજે કયા ખેલાડીઓ પર રહેશે નજર
જયપુર તરફથી દીપક નરવાલ, સંદીપ કુમાર, સુનીલ સિદ્ધાગાવલે, નિતિન રાવલ અને દીપક હુડ્ડા પાસે ફેન્સને આશાઓ રહેશે. ગુજરાત તરફથી અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, પ્રવેશ ભૈંસવાલ અને રોહિત ગૂલિયા ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે.

આ પણ જુઓ : Photos: પ્રો કબડ્ડી લીગ માટે આકરી મહેનત કરી રહી છે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ ટીમ

ટીમ:
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ
રેડર : અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, સોનૂ, ગુરવિંદર સિંહ, લલિત ચૌધરી, મોરે બી, સચિન તંવર, હરમનજીત સિંહ.
ઓલરાઉન્ડર : પંકજ, વિનોદ કુમાર, રોહિત ગૂલિયા અને મોહમંદ શાજિદ હોસેન.
ડિફેંડર :
અંકિત પ્રવેશ ભૈંસવાલ, સોનૂ ગહલાવત, અમિત ખરબ, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર.


જયપુર પિંક પેથર્સ:
રેડર : લોકેશ કૌશિક, મિલિંડા ચતુરંગા, નીલેશ સાલુંકે, સુશીલ ગૂલિયા, ગુમાન સિંહ, દીપક નરવાલ, અજિંક્ય અશોક પવાર.
ઓલરાઉન્ડર : દીપક નિવાસ હુડ્ડા, નિતિન રાવલ, ડોંગ ગ્લૂ કિમ, વિશાલ, સચિન નરવાલ, સંતપન્નાસેલ્વમ.
ડિફેંડર : અમિત હુડ્ડા, સંદીપ કુમાર, સુનીલ સિદ્ધાગાવલે, કર્મવીર, પવન ટીઆર.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2019 04:31 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK