ઇંગ્લૅન્ડ સામે મારું સૌથી પ્રબળ હથિયાર ગૂગલી હશે : યાસિર શાહ

Published: Jul 10, 2020, 23:58 IST | Agencies | Mumbai Desk

પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમશે. હાલમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૧૪ દિવસના ક્વૉરન્ટીન પિરિયડમાં છે.

યાશિર શાહ
યાશિર શાહ

પાકિસ્તાનના સ્પિનર યાસિર શાહનું કહેવું છે કે ઇંગ્લૅન્ડ સામે રમાનારી આગામી સિરીઝમાં મારું પ્રબળ હથિયાર ગૂગલી હશે. પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમશે. હાલમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ૧૪ દિવસના ક્વૉરન્ટીન પિરિયડમાં છે. ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ પાંચમી ઑગસ્ટથી શરૂ થશે. આ વિશે યાસિરે કહ્યું કે ‘મારી ગૂગલી સારી આવે છે. બે દિવસની મૅચમાં જેટલી પણ ગૂગલી નાખી એ બધી બરાબર પડી છે. મને લાગે છે એ મારું સૌથી મોટું હથિયાર બનશે. સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન દરેક દેશ પોતાના સ્પિનરોને વધારે રમાડતાં ડરતા હોય છે, કારણ કે તેમને ડ્રાય વિકેટની મદદ મળી રહે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK