Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગૂગલનો વિરાટ લોચો: જો રાશિદ ખાનની પત્નીને સર્ચ કરો તો બતાવશે અનુષ્કા

ગૂગલનો વિરાટ લોચો: જો રાશિદ ખાનની પત્નીને સર્ચ કરો તો બતાવશે અનુષ્કા

13 October, 2020 02:12 PM IST | Delhi
IANS

ગૂગલનો વિરાટ લોચો: જો રાશિદ ખાનની પત્નીને સર્ચ કરો તો બતાવશે અનુષ્કા

અનુષ્કા શર્મા - રાશિદ ખાન

અનુષ્કા શર્મા - રાશિદ ખાન


દુનિયાના સૌથી પ્રખ્યાત સર્ચ-એન્જિન ગૂગલમાં ઘણી વાર કંઈક સર્ચ કરવા જતાં કંઈક અલગ જ જોવા મળે છે. હાલમાં પણ એવી જ એક ઘટના બની છે. અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની કોણ છે? આ સવાલ જો ગૂગલ પર સર્ચ કરીએ તો એના જવાબમાં અનુષ્કા શર્મા આવે છે. ગૂગલના મતે અનુષ્કા શર્મા રાશિદ ખાનની પત્ની છે. આ પ્રકારની ગેરસમજ થવાનું કારણ એ છે કે કેટલાક સમય પહેલાં સોશ્યલ મીડિયા પર એક યુઝરે રાશિદ ખાનને તેની ફેવરિટ ઍક્ટ્રેસ કોણ છે એ સવાલ પૂછ્યો હતો અને રાશિદે એ સવાલના જવાબમાં અનુષ્કા શર્મા અને પ્રીતિ ઝિન્ટાનું નામ લીધું હતું. આ ઉપરાંત જો ગૂગલ પર ઇડિયટ સર્ચ કરો તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે આવે છે.
ખરેખર તો અનુષ્કા શર્મા ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની પત્ની છે અને હાલ પ્રેગ્નન્ટ છે. બીજી તરફ રાશિદ ખાન હજી કુંવારો છે અને તેણે કસમ ખાધી છે કે જ્યાં સુધી અફઘાનિસ્તાન વર્લ્ડ ચૅમ્પિયન નહીં બને ત્યાં સુધી સગાઈ કે લગ્ન નહીં કરે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 02:12 PM IST | Delhi | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK