ક્રિકેટ વર્લ્ડ કપને લઇને Google ના CEO સુંદર પિચાઇએ કરી ભવિષ્યવાણી

મુંબઈ | Jun 13, 2019, 21:17 IST

વિશ્વ ભરના લોકોમાં વર્લ્ડ કપનો ફિવર ચાલી રહ્યો છે. ત્યારે ગુગલના સીઇઓ સુંદર પિચાઇ (Google CEO Sundar Pichai) પણ ક્રિકેટ ફિવરથી બાકાત નથી. સુંદર પિચાઈનો ક્રિકેટ પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. તેઓ ઘણીવાર જણાવી ચુક્યા છે તે સ્કૂલમાં ક્રિકેટ રમતા હતા.

ક્રિકેટ વર્લ્ડ કપને લઇને Google ના CEO સુંદર પિચાઇએ કરી ભવિષ્યવાણી
ગુગલના સીઈઓ સુંદર પિચાઇ

અત્યારે વિશ્વ ભરના લોકોમાં વર્લ્ડ કપનો ફિવર ચાલી રહ્યો છે. ત્યારે ગુગલના સીઇઓ સુંદર પિચાઇ (Google CEO Sundar Pichai) પણ ક્રિકેટ ફિવરથી બાકાત નથી. સુંદર પિચાઈનો ક્રિકેટ પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. તેઓ ઘણીવાર જણાવી ચુક્યા છે તે સ્કૂલના દિવસોમાં ક્રિકેટ રમતા હતા અને આ રમતમાં તેમનો ઘણો રસ છે. ભારતીય મૂળના પિચાઈએ ભવિષ્યવાણી કરી છે કે આઈસીસી વિશ્વ કપની ફાઇનલ ભારત અને યજમાન ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે અને તેઓ ઈચ્છે છે કે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ સારૂ પ્રદર્શન કરીને વિજેતા બને.

સુંદર પિચાઇએ ટીમ ઇન્ડિયાને લઇને કરી આ ભવિષ્યવાણી
સુંદર પિચાઈના જણાવ્યા પ્રમાણે તે જ્યારે અમેરિકા આવ્યા તો તેમને બેસબોલ થોડું પડકારજનક લાગ્યું હતું. પિચાઈએ યૂએસઆઈબીસીની
'ઈન્ડિયા આઈડિયાઝ સમિટ'માં કહ્યું આ (આઈસીસી વિશ્વ કપ ફાઇનલ) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવી જોઈએ. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પણ સારી ટીમ છે. સુંદર પિચાઈ યૂએસઆઈબીસીની અધ્યક્ષા નિશા દેસાઈ બિસ્વાલના સવાલનો જવાબ આપી રહ્યાં હતા જેમણે પૂછ્યું હતું કે, 'તમને શું લાગે છે કે ફાઇનલ મેચ કોની વચ્ચે રમાશે?'

સુંદર પિચાઈએ અમેરિકામાં ક્રિક્રેટ અને બેસબોલના પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. તેમણે કહ્યું
, 'જ્યારે હું પ્રથમ વખત અહીં આવ્યો તો મેં બેસબોલમાં હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો. મારૂ કહેવું છે કે તે પડકારનજક હતું. મારી પ્રથમ મેચમાં મને ખુશી હતી કે મેં બોલને પાછળ હિટ કરી હતી. ક્રિકેટમાં આ ચોક્કસપણે સારો શોટ હોય છે પરંતુ લોકોએ તેની પ્રશંસા ન કરી.'

આ પણ જુઓ : યુવરાજ સિંહ થયા નિવૃતઃ જુઓ યુવીની સફર તસવીરોમાં

બેસબોલ ઘણી પડકારજનક રમત છે
: સુંદર પિચાઇ
ગુગલના સીઇઓ સુંદર પિચાઈએ કહ્યું
, 'ક્રિકેટમાં જ્યારે તમે રન માટે દોડો તો બેટ સાથે રાખો છો તો બેસબોલમાં હું પણ મારા બેટની સાથે દોડ્યો હતો. તેથી અંતે મને અનુભવ થયો કે બેસબોલ પડકારનજક છે. હું ઘણી વસ્તુ સાથે તાલમેલ બેસાડી શકું પરંતુ ક્રિકેટ સાથે મારો પ્રેમ યથાવત રહેશે. આ શાનદાર ટૂર્નામેન્ટ છે. ભારતના સારા પ્રદર્શનની આશા કરી રહ્યો છું પરંતુ અહીં ઘણું દાવ પર લાગેલું છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK