જ્યારે સચિનના ટ્વીટનો ગુગલના CEO સુંદર પિચઈએ આપ્યો ધોનીની સ્ટાઈલમાં જવાબ

મુંબઈ | Jul 05, 2019, 18:23 IST

જ્યારે સચિન તેંડુલકરના ટ્વીટના જવાબમાં ગૂગલના CEO સુંદર પિચઈએ ધોનીનો ઉલ્લેખ કર્યો. જાણો ખરેખર શું થયું હતું!

જ્યારે સચિનના ટ્વીટનો ગુગલના CEO સુંદર પિચઈએ આપ્યો ધોનીની સ્ટાઈલમાં જવાબ
જ્યારે સચિનના ટ્વીટનો ગુગલના CEO સુંદર પિચઈએ આપ્યો ધોનીની સ્ટાઈલમાં જવાબ

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત અને ઈંગ્લેન્ડના મેચ દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચઈ પણ પહોંત્યા હતા. અને તેમણે સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી. જેમની તસવીર BCCIએ ટ્વીટ કરી હતી. સચિને પણ તેઓ અને સુંદર પિચઈ મેચ જોતા હોય તેવી તસવીર પોસ્ટ કરી અને તેમાં કેપ્શન આપ્યું કે, "શું આ સુંદર પિક છે?(kya yeh Sundar pic-hai)" આ ફોટોના કેપ્શનમાં સચિને સુંદર પિચઈનું આખું નામ પણ લખ્યું અને પુછ્યું કે જે ફોટો શેર કર્યો છે તે સારો છે કે નહીં?


રસપ્રદ વાત તો એ છે કે સુંદર પિચઈએ તેંડુલકરના આ ટ્વીટનો જવાબ મહેન્દ્ર સિંહ ધોનીનો ઉલ્લેખ કરીને આપ્યો. સુંદર પિચઈએ લખ્યું છે કે, "જેમ કે, માહીભાઈ કહેશે, ખૂબ જ સરસ. તમારી સાથે રમત જોઈને ખૂબ જદ મજા આવી, સારી યાદો તાજી થઈ ગઈ."

 

આ પણ વાંચોઃ World Cup: મેચ ભારત જીત્યું અને આ ગુજરાતી બાએ જીતી લીધા દિલ

મહેન્દ્ર સિંહ ધોની 'બહુત બઢિયા કહેવા માટે જાણીતા છે.' જ્યારે ધોની વિકેટ કીપિંગ કરે છે ત્યારે બહુત બઢિયા કહીને બોલર્સને બહુત બઢિયા કહેતો રહે છે. પિચઈ તેમને ક્રિકેટને ખૂબ જ સારી રીતે સમજે છે અને ધોનીને માહીભાઈ કહીને બોલાવવુ તેના પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. પિચઈ ક્રિકેટના મોટા પ્રશંસક છે. વર્લ્ડ કપની શરૂઆતમાં જ્યારે પિચઈને પુછવામાં આવ્યું કે આ ટૂર્નામેન્ટના ફાઈલનમાં કોઈ રમશે ત્યારે તેમણે ભારત અને ઈંગ્લેન્ડને ચૂઝ કર્યા હતા. પિચઈએ કહ્યું હતું કે તેમને ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડની ટીમ પણ પસંદ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK