ગુડબાય ગુલ

Published: 18th October, 2020 10:51 IST | Agencies | Mumbai

ગુલને ખેલાડીઓએ બૅટ ઊંચી કરીને સન્માન આપીને વિદાય આપી હતી. ગુલે પાકિસ્તાન વતી ૪૭ ટેસ્ટ, ૧૩૦ વન-ડે અને ૬૦ ટી૨૦માં ૪૦૦ કરતાં વધુ ઇન્ટરનૅશનલ વિકેટ લીધી હતી.

ગુડબાય ગુલ
ગુડબાય ગુલ

અગાઉથી જાહેરાત કર્યા મુજબ પાકિસ્તાની પેસબોલર ઉમર ગુલે ગઈ કાલે ક્રિકેટનાં બધાં જ ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. ગુલે થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે ટી૨૦ નૅશનલ લીગ બાદ તે સંન્યાસ લઈ લેશે અને ગઈ કાલે તેની ટીમ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ગુલને ખેલાડીઓએ બૅટ ઊંચી કરીને સન્માન આપીને વિદાય આપી હતી. ગુલે પાકિસ્તાન વતી ૪૭ ટેસ્ટ, ૧૩૦ વન-ડે અને ૬૦ ટી૨૦માં ૪૦૦ કરતાં વધુ ઇન્ટરનૅશનલ વિકેટ લીધી હતી. ઉમર ગુલે ૨૦૦૯ ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK