કોહલીને ફ્રીડમ આપો, ટ્રોફી જીતી લાવશે : વિજય માલ્યા

Published: Feb 16, 2020, 11:40 IST | London

આઇપીએલની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ આરસીબીના હાલમાં બદલાયેલા નવા લોગો વિશે પોતાની વિશેષ ટિપ્પણી આપી હતી

વિજય માલ્યા
વિજય માલ્યા

આઇપીએલની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ આરસીબીના હાલમાં બદલાયેલા નવા લોગો વિશે પોતાની વિશેષ ટિપ્પણી આપી હતી અને વાત-વાતમાં ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ફ્રીડમ આપવાની વાત કહી હતી. લોગોની વાત કરતાં માલ્યાએ કહ્યું ‘ગ્રેટ... પણ ટ્રોફી જીતી લાવો.’

આ ઉપરાંત કોહલી વિશે વાત કરતાં માલ્યાએ કહ્યું કે ‘ઇન્ડિયા અન્ડર-૧૯ની સ્ક્વૉડમાંથી વિરાટ આરસીબી પાસે આવ્યો હતો. વિરાટે ટીમ ઇન્ડિયાને અને પોતાના પર્ફોર્મન્સને સફળતાના શિખરે પહોંચાડ્યું છે. તેના પર બધું છોડી દો અને તેને આઝાદી આપો. આરસીબીના દરેક ચાહકો લાંબા સમયથી દૂર રહેલી ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK