ઘાટકોપર જૉલી જિમખાનાએ ઊજવ્યો વર્લ્ડ ડિસેબલ ડે

Published: Dec 06, 2019, 11:06 IST | Mumbai

ઘાટકોપર જૉલી જિમખાનાના નેજા હેઠળ મંગળવારે ‘વર્લ્ડ ડિસેબલ ડે’ની ઉજવણી રૂપે દૃષ્ટિહીન તથા આંશિક દૃષ્ટિ ધરાવતા પુરુષો અને મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજેતાઃ ચૅમ્પિયન બ્લ્યુ ટીમના ખેલાડીઓ તથા જિમખાના તેમ જ ક્રિકેટ અસોસિએશન ફૉર બ્લાઇન્ડ ઇન મહારાષ્ટ્રના પદાધિકારીઓ.
વિજેતાઃ ચૅમ્પિયન બ્લ્યુ ટીમના ખેલાડીઓ તથા જિમખાના તેમ જ ક્રિકેટ અસોસિએશન ફૉર બ્લાઇન્ડ ઇન મહારાષ્ટ્રના પદાધિકારીઓ.

બ્લાઇન્ડ સ્પાર્ટ્સ અસોસિએશન દ્વારા ક્રિકેટ અસોસિએશન ફૉર બ્લાઇન્ડ ઇન મહારાષ્ટ્રના સહયોગમાં ઘાટકોપર જૉલી જિમખાનાના નેજા હેઠળ મંગળવારે ‘વર્લ્ડ ડિસેબલ ડે’ની ઉજવણી રૂપે દૃષ્ટિહીન તથા આંશિક દૃષ્ટિ ધરાવતા પુરુષો અને મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુરુષ વિભાગમાં રેડ, બ્લ્યુ અને યલો મળી ૩ ટીમોને પૉઇન્ટ સિસ્ટમના આધારે ૧૦-૧૦ ઓવરની મૅચ રમાડવામાં આવી હતી અને એમાં બ્લ્યુ ટીમ ચૅમ્પિયન બની હતી, જ્યારે રેડ ટીમ રનર-અપ રહી હતી. સમગ્ર ઉજવણી દરમ્યાન ઘાટકોપર જૉલી જિમખાનાના ટ્રસ્ટ્રીઓ, પદાધિકારીઓ તથા કારોબારી સભ્યોએ બ્લાઇન્ડ અસોસિએશનની કાર્યકારી સમિતિ સાથે તાલમેલભર્યું સંકલન કર્યું હતું. જિમખાનાના કારોબારી સભ્ય અને ક્રિકેટ ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાએ ભવિષ્યમાં પણ આવાં ઉત્કૃષ્ટ કાર્યોમાં સહયોગી બનવાની ખાતરી આપી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK