ગેઇલે સિક્સરનો પોતાનો જ રેકૉર્ડ બિગ બૅશમાં તોડ્યો

Published: 24th December, 2011 04:27 IST

આ વર્ષની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના સુપરસ્ટાર ક્રિસ ગેઇલે (૧૦૦ નૉટઆઉટ, ૫૪ બૉલ, ૧૧ સિક્સર, ૩ ફોર) ગઈ કાલે બિગ બૅશ વ્૨૦ ટુર્નામેન્ટમાં આક્રમક અણનમ સદી ફટકારીને સિડનીનું ગ્રાઉન્ડ ગજાવી મૂક્યું હતું. 

 

સિડની: આ વર્ષની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના સુપરસ્ટાર ક્રિસ ગેઇલે (૧૦૦ નૉટઆઉટ, ૫૪ બૉલ, ૧૧ સિક્સર, ૩ ફોર) ગઈ કાલે બિગ બૅશ વ્૨૦ ટુર્નામેન્ટમાં આક્રમક અણનમ સદી ફટકારીને સિડનીનું ગ્રાઉન્ડ ગજાવી મૂક્યું હતું અને સિડની થન્ડરને ઍડીલેડ સ્ટ્રાઇકર્સ સામે એક્સાઇટિંગ વિજય અપાવ્યો હતો. સ્ટેડિયમમાં ૧૧,૩૩૭ પ્રેક્ષકો હતા જેમાં મોટા ભાગના લોકો સિડની થન્ડરની તરફેણમાં હતા. ગેઇલની ૧૧ સિક્સર ઑસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક વ્૨૦ ટુર્નામેન્ટોમાં નવો વિક્રમ છે. ગેઇલે અગાઉ ઇન્ટરનૅશનલ વ્૨૦માં વધુમાં વધુ ૧૦ છગ્ગા ફટકાર્યા હતા અને ગઈ કાલે તેણે પોતાનો એ વિક્રમ પાર કયોર્ હતો.


ઇંગ્લૅન્ડના ગ્રેહામ નૅપિયરની વ્૨૦ કાઉન્ટી મૅચની ૧૬ સિક્સર તમામ ફૉર્મેટની વ્૨૦ મૅચોમાં હાઇએસ્ટ છે.


ઍડીલેડ સ્ટ્રાઇકર્સનો કીરૉન પોલાર્ડ ઈજાગ્રસ્ત હોવાથી ટુર્નામેન્ટની બહાર થઈ ગયો છે. ઍડીલેડ સ્ટ્રાઇકર્સે ૮ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા જેમાં યોહાન બોથાના ૪૧ રન હાઇએસ્ટ હતા. સિડની થન્ડરે ૧૮.૩ ઓવરમાં ૪ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા અને ૬ વિકેટે મૅચ જીતી લીધી હતી. ચોથી વિકેટ પડી ત્યારે સિડની થન્ડરે ૩૪ બૉલમાં ૫૬ રન બનાવવાના બાકી હતા, પરંતુ ગેઇલ ક્રીઝ પર હોવાથી એ શક્ય હતું અને તેણે પોતાની ટીમને ૯ બૉલ બાકી રાખીને જીત હાંસલ કરી આપી હતી. સિડની થન્ડરનો કૅપ્ટન ડેવિડ વૉર્નર ભારત સામે સોમવારે શરૂ થતી ટેસ્ટમૅચમાં રમવાનો હોવાથી બિગ બૅશમાંથી હમણા બહાર થઈ ગયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK