Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગેઇલ ગઈ કાલનો જન્મદિવસ આજે કાંગારૂઓ સામે જીતીને સેલિબ્રેટ કરશે

ગેઇલ ગઈ કાલનો જન્મદિવસ આજે કાંગારૂઓ સામે જીતીને સેલિબ્રેટ કરશે

22 September, 2012 06:49 AM IST |

ગેઇલ ગઈ કાલનો જન્મદિવસ આજે કાંગારૂઓ સામે જીતીને સેલિબ્રેટ કરશે

ગેઇલ ગઈ કાલનો જન્મદિવસ આજે કાંગારૂઓ સામે જીતીને સેલિબ્રેટ કરશે




કોલંબો: T20 વર્લ્ડ કપના ગ્રુપ ‘બી’માં બુધવારે આયર્લેન્ડને આસાનીથી હરાવનાર ઑસ્ટ્રેલિયન ટીમને આજે પણ જીતીને સુપર એઇટ્સ તરીકે ઓળખાતી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવાની તીવ્ર ઇચ્છા છે, પરંતુ એના માટે એ સહેલું નથી. કારણ એ છે કે જ્યૉર્જ બેઇલી ઍન્ડ કંપનીનો આજે બિગ-હિટર ક્રિસ ગેઇલ અને રહસ્યમય સ્પિન બોલિંગ માટે જાણીતા સુનીલ નારાયણ સહિતના કૅરિબિયનો સામે મુકાબલો છે.

શેન વૉટ્સને બુધવારે એકલા હાથે ઑસ્ટ્રેલિયાને આઇરિશો સામે વિજય અપાવ્યો હતો, પરંતુ આજે ડૅરેન સૅમી ઍન્ડ કંપની સામે એવું કરવામાં તે સફળ ન પણ થાય.

આજે ગ્રુપ ‘બી’ના આ ખરાખરીના ખેલની વિશેષતા એ છે કે વેસ્ટ ઇન્ડિયન ઓપનર ગેઇલ ગઈ કાલે ગયેલો ૩૩મો બર્થ-ડે આજની મૅચ જીત્યા પછી સેલિબ્રેટ કરવા માગે છે. તેણે ગઈ કાલે કોલંબોમાં પત્રકારોને કહ્યું હતું કે ‘અમારો સૌથી મોટો મક્સદ ઑસ્ટ્રેલિયા સામેની મૅચ જીતીને સુપર એઇટ્સમાં સ્થાન લગભગ પાકું કરી લેવાનો છે. હું મારો ૩૩મો જન્મદિન કાંગારૂઓ સામેના વિજય પછી જ સેલિબ્રેટ કરીશ.’

બન્ને દેશની ટીમ

વેસ્ટ ઇન્ડીઝ : ડૅરેન સૅમી (કૅપ્ટન), ક્રિસ ગેઇલ, કીરૉન પોલાર્ડ, ડ્વેઇન બ્રાવો, સૅમ્યુલ બૅડ્રી, ડૅરેન બ્રાવો, લેન્ડલ સિમન્સ, ડ્વેઇન સ્મિથ, ડેનિશ રામદીન (વિકેટકીપર), માર્લન સૅમ્યુલ્સ, સુનીલ નારાયણ, ફિડેલ એડવર્ડ્સ, જૉન્સન ચાલ્ર્સ, રવિ રામપૉલ અને આન્દ્રે રસેલ.

ઑસ્ટ્રેલિયા : જ્યૉર્જ બેઇલી (કૅપ્ટન), શેન વૉટ્સન, ડેવિડ હસી, માઇક હસી, ક્લિન્ટ મકાય, મિચલ સ્ટાર્ક, મૅથ્યુ વેડ (વિકેટકીપર), ડેવિડ વૉર્નર, કૅમેરન વાઇટ, ડેનિયલ ક્રિિયન, પૅટ ક્યુમિન્સ, ઝેવિયર ડુઅર્ટી, બેન હિલ્ફેનહૉસ, બ્રૅડ હૉગ અને ગ્લેન મૅક્સવેલ.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2012 06:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK