પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મદદ કરવાના અહેવાલ ગાવસકરે નકાર્યા
દિલ્હી: પાકિસ્તાન પ્રીમિયર લીગ માટે ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મદદ કરવાના છે એવા અહેવાલને જોકે ગાવસકરે નકારી કાઢ્યો હતો. ગાવસકરે કહ્યું હતું કે પાકિસ્તાન પ્રીમિયર લીગ માટે મદદરૂપ બનવાનો અહેવાલ ખોટો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ ઝાકા અશરફ સાથે મીટિંગમાં આ વિશે કોઈ ચર્ચા પણ નહોતી થઈ. ગાવસકરે કહ્યું હતું કે એ અશરફને ભૂતપૂર્વ ક્રિકેટ વસીમ અકરમ સાથે કોલંબોની હોટેલની લૉબીમાં મળ્યાં હતા અને તેમણે મને આ ટુર્નામેન્ટ જોવા આમંત્રણ આપ્યું હતું અને એથી વધુ કોઈ ચર્ચા નહોતી થઈ.