Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દુનિયાના સૌથી પૈસાદાર BCCIએ એક સારા સ્ટેટ્સમૅન પણ બનવું જોઈએ : ગંભીર

દુનિયાના સૌથી પૈસાદાર BCCIએ એક સારા સ્ટેટ્સમૅન પણ બનવું જોઈએ : ગંભીર

12 May, 2020 09:44 AM IST | New Delhi
Agencies

દુનિયાના સૌથી પૈસાદાર BCCIએ એક સારા સ્ટેટ્સમૅન પણ બનવું જોઈએ : ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર


ગૌતમ ગંભીરનું કહેવું છે કે દુનિયાના સૌથી પૈસાદાર ગણાતા ભારતીય ક્રિકેટ બોર્ડે એક સારા સ્ટેટમૅનની ભૂમિકા પણ ભજવવી જોઈએ. કોરોના વાઇરસને કારણે સ્પોર્ટ્સની ઇવેન્ટ કૅન્સલ કરવામાં આવી છે. જોકે આઇસીસીની ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ઇન્ડિયા વર્ષના અંતે ઑસ્ટ્રેલિયાની ટૂર કરવાની છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ત્યાં જઈને ૧૪ દિવસ માટે ક્વૉરન્ટીન થવાની તૈયારી પણ દેખાડી છે. આ વિશે વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડની આ સારી વાત છે. અદ્ભુત. આ ખૂબ જ પૉઝિટિવ સાઇન છે. તેઓ ખૂબ જ દૂરનું વિચારી રહ્યા છે અને એનાથી દેશનો મૂડ પણ થોડો ચેન્જ થશે. ટુર્નામેન્ટ જીતવી અલગ વાત છે અને એ મહત્ત્વનું પણ છે, પરંતુ એ સાથે બન્ને દેશનો મૂડ પણ ચેન્જ થશે. ઇન્ડિયા માટે જ નહીં, ઑસ્ટ્રેલિયા માટે પણ આ ખૂબ જ મહત્ત્વનું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દુનિયાનું સૌથી પૈસાદાર બોર્ડ છે અને એણે ત્યાં જઈને સ્ટેટમૅનની ભૂમિકા ભજવવી જોઈએ. જો ઇન્ડિયાને ઑસ્ટ્રેલિયામાં રમવા મોકલવામાં આવશે તો મારી નજરમાં ભારતીય ક્રિકેટ બોર્ડની રિસ્પેક્ટમાં વધારો થશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 09:44 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK