Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑલરાઉન્ડર સ્ટોક્સ બેજોડ : ગંભીર

ઑલરાઉન્ડર સ્ટોક્સ બેજોડ : ગંભીર

27 July, 2020 04:04 PM IST | Mumbai Desk
Agencies

ઑલરાઉન્ડર સ્ટોક્સ બેજોડ : ગંભીર

ઑલરાઉન્ડર સ્ટોક્સ બેજોડ : ગંભીર


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ગૌતમ ગંભીરે તાજેતરમાં ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. ગંભીરના મતે સ્ટોક્સની સરખામણી કરી શકાય એવો કોઈ પ્લેયર ભારતમાં નથી. આ વિશે વિસ્તૃત વાત કરતાં ગંભીરે કહ્યું કે ‘હાલની સ્થિતિમાં તમે ભારતમાં કોઈની પણ સરખામણી બેન સ્ટોક્સ સાથે ન કરી શકો. સંપૂર્ણ રીતે નહીં, પણ બેન સ્ટોક્સની પોતાની એક લીગ છે. તેણે ટેસ્ટ ક્રિકેટ, વન-ડે ક્રિકેટ અને ટી૨૦ ક્રિકેટમાં જેકાંઈ કર્યું છે, વિશ્વમાં કે ભારતમાં ત્રણેય ફૉર્મેટમાં એવું કરનાર હાલની તારીખમાં કોઈ નથી. આવી અસર પાડનાર પ્લેયર પોતાની ટીમમાં હોય એવું દરેક કપ્તાન ઇચ્છે છે, પછી એ બૅટિંગ હોય, બોલિંગ હોય કે ફીલ્ડિંગ હોય. પોતાની એક અદ્ભુત કૅપેસિટીવાળો તે એક લીડર છે. ખરા અર્થમાં લીડર બનવા માટે લીડર હોવું જરૂરી નથી એ જ રીતે કપ્તાન બનવા માટે કપ્તાન હોવું જરૂરી નથી. તમે તમારા પર્ફોર્મન્સના ખુદ લીડર બની શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2020 04:04 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK