Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સસલાના પાત્ર પરથી ચીકુ નામ પડ્યું હતું કોહલીનું

સસલાના પાત્ર પરથી ચીકુ નામ પડ્યું હતું કોહલીનું

04 April, 2020 06:24 PM IST | Mumbai Desk

સસલાના પાત્ર પરથી ચીકુ નામ પડ્યું હતું કોહલીનું

વિરાટ કોહલી

વિરાટ કોહલી


વિરાટ કોહલીનું નિકનેમ ચીકુ છે એ સૌ કોઈ જાણે છે. વિકેટની પાછળથી મહેન્દ્ર સિંહ ધોની પણ તેને ઘણી વાર ઑનફીલ્ડ આ નામથી બોલાવતો સાંભળવા મળ્યો છે. તેનું નામ ચીકુ કેવી રીતે પડ્યું એ વિશેનો રાઝ પણ વિરાટે જાહેર કર્યો છે. કેવિન પીટરસન સાથેના ચૅટ-સેશનમાં કોહલીએ કહ્યું કે ‘સ્ટમ્પ પાછળ રહીને માહીએ મને મારા નિકનેમથી બોલાવ્યો હતો. સ્ટમ્પ્સ માઇકમાં પણ રેકૉર્ડ થયું અને ઑનઍર થયું. ખરું કહું તો મને આ નિકનેમ મારા રણજી ટ્રોફીના કોચ પાસેથી મળ્યું. મારા ચિક્સ (ગાલ) પહેલાં ઘણા મોટા હતા. ૨૦૦૭માં મને લાગ્યું કે હું મારા વાળ ગુમાવી રહ્યો છું એટલે મેં મારા વાળ કપાવ્યા. વાળ કપાવ્યા બાદ જોયું તો મારા ગાલ અને કાન ઘણા મોટા દેખાવા લાગ્યા. મને આ નામ ચંપક નામની કૉમિક બુકમાં જે સસલાનું પાત્ર છે એના નામ પરથી મળ્યું છે.’

આ ઉપરાંત પીટરસને કોહલીના શરૂઆતના દિવસનો એક ફોટો પણ શૅર કર્યો હતો જેને જોઈને વિરાટ હસી પડ્યો હતો અને તેણે જૂના દિવસોની વાત વાગોળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 06:24 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK