ફ્રેન્ચ ઓપનમાં સિંધુ ને સાઇના મચાવશે ધમાલ

Published: Oct 22, 2019, 11:45 IST | પૅરિસ

ઑગસ્ટ મહિનામાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીતનારી બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુ આજથી શરૂ થઈ રહેલી ફ્રેન્ચ ઓપનમાં પણ ટાઇટલ પોતાના નામે કરવા ઊતરશે

સાઈના નેહવાલ
સાઈના નેહવાલ

ઑગસ્ટ મહિનામાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીતનારી બૅડ્મિન્ટન પ્લેયર પી. વી. સિંધુ આજથી શરૂ થઈ રહેલી ફ્રેન્ચ ઓપનમાં પણ ટાઇટલ પોતાના નામે કરવા ઊતરશે અને તેના પર સૌકોઈની નજર રહેશે. સિંધુ ઉપરાંત સાઇના નેહવાલનું પ્રદર્શન પણ જોવા જેવું રહેશે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ વિનર સિંધુ ચાઇના, કોરિયા અને ડેન્માર્ક ઓપનમાં વહેલી બહાર થઈ ગઈ હતી. ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલ સુધી પહોંચનારી સિંધુનો મુકાબલો આ વખતે પહેલા રાઉન્ડમાં કેનેડિયન પ્લેયર મિશેલી લી સામે થશે. 

sindhu

છેલ્લા કેટલાક સમયથી ઈજાને કારણે હેરાન થઈ રહેલી સાઇના નેહવાલ હૉન્ગકૉન્ગની ચેઉંગ ન્ગેન યી સામે મુકાબલો લડી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટમાં પોતાના સફરની શરૂઆત કરશે. સામા પક્ષે પુરુષોની મૅચમાં કિદામ્બી શ્રીકાંત ચાઇનીઝ તાઇપેઈ પ્લેયર ચોઉ ચીન ચેન્ગ સામે રમત રમી પોતાની ટુર્નામેન્ટનું શ્રીગણેશ કરશે. પરુપલ્લી કશ્યપ એનજી કા લોંગ અંગુસ સામે, સમીર વર્મા કેન્ટા નિશીમોટો સામે પોત-પોતાના ઓપનિંગ રાઉન્ડ રમશે.

આ પણ વાંચો : ઉમેશના બાઉન્સર પર ઈજાગ્રસ્ત એલ્ગરનો સબસ્ટિટ્યુટ બન્યો બ્રુન

ડબલ્સમાં અશ્વિની પોન્નપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડી કોરિયન પ્લેયર લી સો હી અને શિન સેઉંગ ચેન સામે જ્યારે સાત્વિકસિરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી જેલ્લે માસ અને રોબિન તબેલિંગ સામે ઓપનિંગ રાઉન્ડ રમશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK