ભારતના ચાર બૅડ્મિન્ટન ખેલાડી કોરોના-પૉઝિટિવ થયા છે જેમાં પરુપલ્લી કશ્યપ, એચ. એસ. પ્રણોય અને આરવીએમ ગુરુ સાઈ દત્તનો સમાવેશ છે. બૅડ્મિન્ટન ડબલ્સ રમનાર પ્લેયર પ્રણવ જેરી ચોપડા પણ કોરોનાગ્રસ્ત થયો છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઇ)ના જણાવ્યા પ્રમાણે કશ્યપ, પ્રણોય અને ચોપડાએ હૈદરાબાદમાં ૨૫ નવેમ્બરે ગુરુ સાઈ દત્તના લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી. પુલેલા ગોપીચંદ ઍકૅડેમીમાં ચાલી રહેલી બૅડ્મિન્ટન નૅશનલ કૅમ્પમાં ભાગ લેવા પહોંચેલા આ પ્લેયરોએ પહેલાં પોતાની કોરોના-ટેસ્ટ કરાવી હતી જેમાં તેઓ પૉઝિટિવ જોવા મળ્યા હતા. સાયના નેહવાલે પણ આ લગ્નપ્રસંગમાં ભાગ લીધો હતો, પણ તેની કોરોના-ટેસ્ટ નેગેટિવ આવી હતી. તાજેતરમાં કોરોના-પૉઝિટિવ થયેલા પ્લેયરોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ પહેલાં ઑગસ્ટ મહિનામાં એન. સિક્કિમ રેડ્ડી અને ફિઝિયોથેરપિસ્ટ કિરણ સી. કોરોના-પૉઝિટિવ થયા હતા.
મુસ્તફિઝુર રહેમાન નૅશનલ ટીમ માટે તેડું આવશે તો આઇપીએલ છોડી દેશે
25th February, 2021 12:11 ISTઆઇપીએલ સ્ટાઇલમાં આવી રહી છે ચેસની ગ્લોબલ લીગ
25th February, 2021 12:11 ISTઅમ્પાયરે કૅપ લેવાની ના પાડી દેતાં શાહિદ આફ્રિદી થયો નારાજ
25th February, 2021 10:44 ISTગેઇલનો ટી20માં વધુ એક વર્લ્ડ રેકૉર્ડ
25th February, 2021 10:44 IST