ભારત હારતા પાકિસ્તાનના પુર્વ ક્રિકેટર યુનુસે ટ્વીટર પર કાઢી ભડાસ

London | Jul 01, 2019, 19:50 IST

ભારતની આ હારને પાકિસ્તાની ક્રિકેટ ચાહકો અને પૂર્વ ક્રિકેટર તથા પત્રકારો પચાવી શક્યા નથી. ભારતની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી ડરી ગયા છે. ભારતીય ટીમ પર હુમલો કરનારમાં હવે પાકિસ્તાનના પૂર્વ સુકાની વકાર યૂનુસનું નામ પણ જોડાઇ ગયું છે.

ભારત હારતા પાકિસ્તાનના પુર્વ ક્રિકેટર યુનુસે ટ્વીટર પર કાઢી ભડાસ
પાકિસ્તાનના પુર્વ ક્રિકેટર વકાર યુનુસ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં કરો યા મરો મેચમાં ઇંગ્લેન્ડે 31 રને ભારતને હરાવીને પોતાની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ત્યારે ભારતની આ હારને પાકિસ્તાની ક્રિકેટ ચાહકો અને પૂર્વ ક્રિકેટર તથા પત્રકારો પચાવી શક્યા નથી. ભારતની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી ડરી ગયા છે. ભારતીય ટીમ પર હુમલો કરનારમાં હવે પાકિસ્તાનના પૂર્વ સુકાની વકાર યૂનુસનું નામ પણ જોડાઇ ગયું છે. યૂનુસે ભારતની વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે થયેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની ખેલ ભાવના પર સવાલ ઉઠાવ્યા છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારતની હાર પર સવાલ ઉઠાવ્યા છે.

વકારે ભારતની હાર પર કાઢી ભડાસ
પાકિસ્તાન આ મેચમાં ભારતનું સમર્થન કરી રહ્યું હતું, કારણ કે તેમાં જીતથી સરફરાઝ અહમદની આગેવાની વાળી ટીમની સેમી ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધી જાત. ભારત પરંતુ રવિવારે 338 રનના લક્ષ્યનો પીછો કરતા પાંચ વિકેટ પર 306 રન બનાવી શક્યું અને ટૂર્નામેન્ટમાં તેણે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.


પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ વકારે ટ્વીટર પર પોતાનો ગુસ્સો કાઢ્યો. તેણે લખ્યું, 'તે મહત્વ રાખતું નથી કે તમે કોણ છો. તમે જીવનમાં શું કરો છો, તેનાથી ખ્યાલ આવે છે કે તમે કોણ છો, પરંતુ એક વાત પાક્કી છે. કેટલાક ચેમ્પિયનની ખેલ ભાવનાની પરીક્ષા લેવામાં આવી અને તે તેમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યાં.'

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારત પર સાધ્યું નિશાન
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારતની ઈંગ્લેન્ડ સામે હાર બાદ સવાલ ઉઠાવ્યા છે. મીરે ટ્વીટ કરી રહ્યું, 'મે બાસિલ અલી દ્વારા આપવામાં આવેલા દાવાને વધુ મહત્વ ન આપ્યું પરંતુ સિકંદર બખ્તના વિચારને ધ્યાન પૂર્વક સાંભળ્યું. તેણે બે દિવસ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે ભારત જાણી જોઈએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ હારશે જેથી પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જાય અને તે સાચા સાબિત થયા છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK