ભૂતપૂર્વ પેસબોલર સંદીપ ત્યાગી રિટાયર

Published: 19th November, 2020 12:48 IST | Gujarati Mid-day Correspondent | Delhi

૩૩ વર્ષના ભારતીય પેસબોલર સંદીપ ત્યાગીએ ક્રિકેટનાં દરેક ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી દીધી છે.

સંદીપ ત્યાગી
સંદીપ ત્યાગી

૩૩ વર્ષના ભારતીય પેસબોલર સંદીપ ત્યાગીએ ક્રિકેટનાં દરેક ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી દીધી છે. સંદીપ ભારત વતી ચાર વન-ડે રમ્યો હતો જેમાં તેણે ૩ વિકેટ લીધી હતી. એક ટી૨૦ ઇન્ટરનૅશનલમાં પણ તેને રમવાનો મોકો મળ્યો હતો. છેલ્લે તે ભારતીય ટીમમાં ૨૦૧૦માં રમ્યો હતો. આઇપીએલમાં ૨૦૦૯ અને ૨૦૧૦ એમ બે સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ૧૪ મૅચ રમ્યો હતો. ત્યાગીએ ૪૧ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૦૯ વિકેટ અને લિસ્ટ-એની ૨૩ મૅચમાં ૩૧ વિકેટ લીધી હતી. રિટાયરમેન્ટની જાહેરાત કરતાં સંદીપે કહ્યું હતું કે ‘મારા જીવનનો આ સૌથી અઘરો નિર્ણય છે. દરેક ખેલાડીનું સપનું હોય છે પોતાના દેશ વતી રમવું, મેં એ હાંસિલ કર્યું છે. જેમના નેતૃત્વમાં હું પહેલી વન-ડે રમ્યો હતો એ મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માનું છું. મારા આદર્શ મોહમદ કૈફ, આર. પી. સિંહ અને સુરેશ રૈનાનો પણ આભાર માનું છું.’ 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK