ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર બ્રુસ ટેલરનું હાલમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. પોતાની ટેસ્ટ ક્રિકેટ કરીઅરમાં ટેલર ૩૦ ટેસ્ટ મૅચ રમ્યા હતા, જેમાં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી મળી કુલ ૮૯૮ રન બનાવ્યા હતા અને ૧૧૧ વિકેટ પણ મેળવી હતી. ટેસ્ટ મૅચની એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની કમાલ તેમણે ૪ વખત કરી હતી. બ્રુસ ટેલરના નિધનના સમાચાર આપતાં ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે કહ્યું કે ‘ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર બ્રુસ ટેલરનું ૭૭ વર્ષની ઉંમરે નિધન થયું છે.