ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીનની કારને રાજસ્થાનના સૂરવાલ વિસ્તારમાં ગઈ કાલે અકસ્માત થયો હતો, જેમાં તેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું તેના પર્સનલ અસિસ્ટન્ટે જણાવ્યું હતું.
એક ન્યુઝ ચૅનલના રિપોર્ટ મુજબ રાજસ્થાનમાં લાલસોત-કોટા હાઇવે પર અઝહરુદ્દીનની કાર પલટી થઈ ગઈ હતી. અઝહરુદ્દીન રણથંભોરથી તેના પરિવાર સાથે પરત આવી રહ્યો હતો ત્યારે આ ઍક્સિડન્ટ થયો હતો, તેને મામૂલી ઈજા થઈ હતી. બાદમાં બધાને બીજી કારમાં એક હોટેલમાં લઈ જવાયા હતા.
મોહમ્મદ અઝહરુદ્દીને ૯૯ ટેસ્ટ રમવાની સાથે વન-ડે ઇન્ટરનૅશનલમાં પણ એક સમયે સૌથી વધુ રન બનાવ્યા હતા. ૧૯૯૨ અને ૧૯૯૯ વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમનો કૅપ્ટન હતો.
ઇંગ્લૅન્ડ સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચ માટે જાહેર થઈ ટીમ ઇન્ડિયા
20th January, 2021 10:35 ISTવર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા ફરી નંબર-વન
20th January, 2021 10:34 ISTમહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું: ટિમ પેઇન
20th January, 2021 10:32 ISTદરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે
20th January, 2021 10:30 IST