IPL કરતાં PSLનું બોલિંગ-લેવલ ઘણું સારું છે : વસીમ અકરમ

Published: Jun 06, 2020, 11:10 IST | Agencies | Lahore

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમનું કહેવું છે કે જે પ્લેયરો ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં રમે છે તેઓમાંના કેટલાક ફૉરેન પ્લેયરોએ મને કહ્યું છે કે પીએસએલનું બોલિંગ-લેવલ આઇપીએલ કરતાં સારું છે.

વસીમ અકરમ
વસીમ અકરમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમનું કહેવું છે કે જે પ્લેયરો ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં રમે છે તેઓમાંના કેટલાક ફૉરેન પ્લેયરોએ મને કહ્યું છે કે પીએસએલનું બોલિંગ-લેવલ આઇપીએલ કરતાં સારું છે. વસીમ અકરમે કહ્યું કે ‘હું પાંચ વર્ષ પીએસએલનો ભાગ રહ્યો છું અને મેં ઘણા વિદેશી પ્લેયરોને આ વચ્ચેના તફાવત પૂછ્યા છે. ઘણા લોકોએ મને કહ્યું કે બોલિંગ-લેવલ પીએસએલમાં વધારે સારું છે. આઇપીએલમાં તમને કોઈ એક એવો બોલર મળી જશે જેને તમે સારો એવો હિટ કરી શકો, પણ વિદેશી રમતવીરોના મતે પાકિસ્તાન સુપર લીગમાં બોલરોની ગુણવત્તા આઇપીએલ કરતાં વધારે સારી છે. ખરું કહું તો બન્ને લીગની સરખામણી કરવી યોગ્ય નથી, કારણ કે આઇપીએલ ૧૦-૧૨ વર્ષથી રમાય છે, જ્યારે પીએસએલ પાંચ વર્ષથી રમાય છે. એમ છતાં આઇપીએલ પછી પીએસએલ બીજા નંબરની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK