આરસીબીની ટીમ વર્ષ ૨૦૧૬ પછી પહેલી વાર આટલી બૅલૅન્સ્ડ : વિરાટ

Published: Sep 10, 2020, 11:03 IST | IANS | Dubai

વિરાટ કોહલીનું કહેવું છે કે ૨૦૧૬ની આઇપીએલ બાદ તેની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અત્યારે સૌથી બૅલૅન્સ ટીમ છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

વિરાટ કોહલીનું કહેવું છે કે ૨૦૧૬ની આઇપીએલ બાદ તેની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અત્યારે સૌથી બૅલૅન્સ ટીમ છે. તેઓ ૨૦૧૬માં આઇપીએલની ફાઇનલમાં પહોંચ્યા હતા, જ્યારે તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. આ વિશે કોહલીએ કહ્યું હતું કે ‘અમારી ટીમમાં એક્સપિરિયન્સ પ્લેયર્સનું ખૂબ જ બૅલૅન્સ જોવા મળી રહ્યું છે. ટી20 ક્રિકેટમાં ખૂબ જ સ્કિલ જુએ છે અને યુવાન પ્લેયર્સ જેઓ જવાબદારી ઉઠાવીને તેમને મળતી તકની રાહ જોતા હોય તેમને અમે એ તક આપવા જઈ રહ્યા છીએ. અમારા માટે આ ખૂબ જ એક્સાઇટિંગ સમય છે. મેં કહ્યું એમ ૨૦૧૬ની સીઝનમાં અમને આ ટીમમાં ભાગ લેવું ખૂબ જ ગમ્યું હતું. એ ખૂબ જ યાદગાર સીઝન હતી. ત્યાર બાદ, પ્રામાણિક્તાથી કહું તો અમારી ટીમ આ વર્ષે ખૂબ જ બૅલૅન્સ છે. અમે ટીમની ખૂબ જ સારી રીતે કાળજી લીધી છે અને હવે એને મેદાન પર જોવાની બાકી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK