ધોનીને લીધે ટીમ ઇન્ડિયા બીજા કરતાં બેસ્ટ થઈ જાય છે : વિરાટ

Published: May 16, 2019, 12:43 IST | મુંબઈ

ભારતીય કૅપ્ટનને લાગે છે કે વર્લ્ડ કપમાં ભૂતપૂર્વ કૅપ્ટનનો અનુભવ ટીમ માટે અમૂલ્ય મૂડી સમાન બની રહેશે

ધોની અને કોહલી
ધોની અને કોહલી

આઇપીએલની સમાપ્તી સાથે જ હવે દરેક ટીમ અને ખેલાડીઓનું ફોક્સ ૩૦ મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ તરફ જ કેન્દ્રિત થઈ રહ્યું છે. દરેક ટીમ ક્રિકેટના આ મહાકુંભ માટેની તૈયારીઓને આખરી ઑપ આપવામાં વ્યસ્ત થઈ ગઈ છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન ટીમ ઇન્ડિયાન કૅપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ‘વર્લ્ડ કપ મિશનમાં અનુભવી ખેલાડી અને ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો અનુભવ ટીમ માટે અમૂ્લ્ય મૂડી સમાન બની રહેશે. ધોનીના નેતૃત્વમાં જ ટીમ ઇન્ડિયા ૨૦૦૭માં ટી૨૦ અને ૨૦૧૧માં વન-ડે ચૅમ્પિયન બન્યું હતું.’

વિરાટે ધોનીનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘મેં ધોનીની દેખરેખમાં જ મારી કરીઅર શરૂ કરી હતી. પાછલાં વર્ષોમાં એવા અમૂક લોકો છે જેમણે ધોનીને ખૂબ નજીકથી માણ્યો છે અને એમાંનો એક હું છું. ધોનીમાં એક વાત ખાસ છે, બીજી બધી બાબતો કરતાં મહત્વપૂર્ણ છે અને એ છે તેમના માટે ટીમનું હિત સૌથી મહત્વપૂર્ણ હોય છે. તે હંમેશાં ટીમ વિશે જ વિચારતો હોય છે. ધોનીનો ટીમમાં સમાવેશથી અમારી ટીમ અનુભવની બાબતે બધી જ ટીમો કરતાં અગ્રેસર બની જાય છે. સ્ટમ્પની પાછળ તેના દ્વારા વિકેટને જોશો તો વધારે પડતી એવી વિકેટો હશે જેણે મૅચમાં ટર્ન લાવી દીધો હશે. હાલમાં આઇપીએલમાં પણ તેણે ઘણી વાર એવું કરી દેખાડ્યું હતું.’

આજકાલ અવારનવાર ધોનીની આલોચના થવા વિશે વિરાટે કહ્યું હતું કે ‘એ દુભાગ્યપૂર્ણ છે. મને લાગે છે લોકોમાં ધૈર્યની કમી છે. જેવો તેનો એકાદ દિવસ ખરાબ જાય કે લોકો તરત જ કંઈ પણ બોલવા લાગે છે, પણ સચ્ચાઈ તો એ છે કે મહેન્દ્ર સિંહ ધોની આ રમતનો ખૂબ જ સ્માર્ટ ખેલાડી છે. વિકેટની પાછળ મેં પહેલાં કહ્યું એમ તે અનમોલ છે. ધોનીની ટીમમાં હાજરીથી મને ઘણી બધી બીજી વસ્તુઓ કરવાની આઝાદી મળી જાય છે. ધોની જેવી વ્યક્તિ જો ટીમની સાથે હોય તો અનુભવના આધારે એ ટીમને ચાર ચાંદ લાગી જાય છે.’

રોહિત શર્મા અને ધોની જેવા કાબેલ કૅપ્ટન ટીમમાં હોવા વિશે વિરાટે છેલ્લે કહ્યું હતું કે ‘ધોની અને રોહિત બન્નેએ હાલમાં સમાપ્ત થયેલી આઇપીએલમાં તેમની ક્ષમતા ફરી સિદ્ધ કરી હતી. ધોની પાસે તો ખાસ કરીને તેની વિરાસત છે. ટીમને ગર્વ છે કે એમની પાસે ધોની અને રોહિત જેવા ખેલાડીઓ સામેલ છે. એ જ કારણોને લીધે ટીમ-મૅનેજમેન્ટે ટીમની રણનીતિ ઘડવા માટેની થિન્ક ટૅન્કમાં હું અને કોચ રવિ શાસ્ત્રી ઉપરાંત ધોની અને રોહિતને પણ ખાસ સામેલ કરવામાં આવ્યા છે.’

ભારતને એક સારા ફાસ્ટ બોલરની કમી વર્તાશે : ગૌતમ ગંભીર

ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને લાગે છે કે વર્લ્ડ કપમાં ટીમને એક સારા ફાસ્ટ બોલરની કમી વર્તાશે. ૨૦૦૭માં ટી૨૦ અને ૨૦૧૧માં વન-ડે કપમાં વિજેતા ભારતીય ટીમમાં સામેલ લેફ્ટી બૅટ્સમૅન ગૌતમ ગંભીર કહે છે કે ‘મને લાગે છે કે ભારતીય ટીમમાં એક ક્વૉલિટી પેસ બોલરની કમી છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને થોડા વધારે સપોર્ટની જરૂરત છે. તમે કહી શકો કે ટીમમાં ઑલરાઉન્ડરના રૂપમાં હાર્દિક પંડ્યા અને વિજય શંકર છે, પણ હું તેમનાથી સંતુષ્ટ નથી અને હંમેશાં તેમના પર ભરોસો ન કરી શકાય.’

આ પણ વાંચો : World Cup 2019: ગંભીરે ટીમ ઈન્ડિયાની મોટી ખામીને કરી ઉજાગર, પડી શકે છે ભારી

ગંભીરના મતે આ વખતે ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ ચૅમ્પિયન બનવા ફેવરિત છે. ઑસ્ટ્રેલિયા પાસે ઉમદા બોલિંગ લાઇન-અપ છે, જ્યારે ઇંગ્લૅન્ડને ઘરઆંગણાનો લાભ મળી શકે એમ છે. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડ પણ છેલ્લા ઘણા સમયથી સારું પર્ફોમ કરી રહ્યું છે એટલે એ પણ કોઈને પણ અપસેટ કરી શકે એમ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK