Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પાંચ વારનો F1 ચેમ્પિયન હેમિલ્ટન 2018થી ડેરી પ્રોડક્ટ નથી ખાતો

પાંચ વારનો F1 ચેમ્પિયન હેમિલ્ટન 2018થી ડેરી પ્રોડક્ટ નથી ખાતો

19 September, 2019 07:55 PM IST | Mumbai

પાંચ વારનો F1 ચેમ્પિયન હેમિલ્ટન 2018થી ડેરી પ્રોડક્ટ નથી ખાતો

પાંચ વારનો F1 ચેમ્પિયન હેમિલ્ટન 2018થી ડેરી પ્રોડક્ટ નથી ખાતો


Mumbai : ફોર્મુલા વન વર્લ્ડ ચેમ્પિયન અમેરિકના સ્ટાર કાર રેસર લુઇસ હેલિન્ટને પોતે કઇ રીતે ફિટ રહે છે તે લોકોને બતાવ્યું હતું. તેણે જણાવ્યું કે, તે વેગન ડાયેટને અપનાવી ચૂક્યો છે. એટલે કે સંપૂર્ણ રીતે શાકાહારી અને ઉગાવવામાં આવતા શાકભાજી પર આધારિત ડાયેટ. હેમિલ્ટન ડેરી પ્રોડક્ટ પણ સંપૂર્ણ રીતે છોડી ચૂક્યો છે. તેનું માનવું છે કે આ નવા પ્રકારની ડાયેટને ફોલો કર્યા બાદથી તેના પ્રદર્શનમાં પણ ઘણો સુધાર આવ્યો છે તથા તે અગાઉ કરતા વધુ ફિટ હોવાનો અનુભવ કરી રહ્યો છે. તેણે 2018થી અત્યાર સુધીમાં 35 માંથી 19 રેસ જીતી છે. પોતાની નવી ડાયેટનો ઉલ્લેખ કરતા હેમિલ્ટને જણાવ્યું કે,'ડાયેટ વાસ્તવમાં તમારો સંપૂર્ણ માઈન્ડસેટ બદલવાનો એક માર્ગ હોય છે. પોતાને સંપૂર્ણપણે નવી ડાયેટમાં ઢાળવાનું કામ સરળ નથી હોતું, પરંતુ મે આ કર્યું. હવે હું છેલ્લા એક વર્ષની સરખામણીએ વધુ ફિટ અનુભવી રહ્યો છું.'


ખાવાને શરીરના ઈંધણ તરીકે જોઉં છું
હેમિલ્ટને કહ્યું-'અગાઉ મારા માટે ખાવાનો અર્થ માત્ર પેટ ભરવા સાથે હતો. હવે હું શરીરના ઈંધણ તરીકે તેને જોઉં છું. પ્રારંભમાં તો હું ભૂખ લાગી હોય તો કંઈ ઓર્ડર કરતા પહેલા હું તે ડિશ વિશે વાંચતો રહેતો હતો અને જાણવાનો પ્રયાસ કરતો કે તેના થકી મારા શરીરને શું મળશે. ધીમે-ધીમે આ કામ સરળ થયું.'

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

વાસ્તવમાં વિશ્વભરના સ્પોર્ટ્સપર્સન વચ્ચે વેગન ડાયેટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી, અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ, વીનસ વિલિયમ્સ, સર્બિયાના નોવાક જોકોવિચ જેવા જાણીતા નામ પણ વેગન ડાયેટને ફોલો કરી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 07:55 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK