ટૉપ લેવલ હૉકી રમવા માટે ફિટનેસ મહત્ત્વની છે : નવજોત

Published: May 16, 2020, 13:19 IST | Agencies | Mumbai Desk

કસરત એ વાતની પુષ્ટિ કરે કે અમે ફીલ્ડ પર કેવું પર્ફોર્મ કરી શકીએ છીએ. ટૉપ લેવલની હૉકી રમવા માટે લયમાં આવતાં અમને થોડા દિવસ જ લાગશે.

નવજોત
નવજોત

ઇન્ડિયન મહિલા હૉકી ટીમની પ્લેયર નવજોતનું કહેવું છે કે તે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે. પુરુષ અને મહિલા હૉકી ટીમ હાલમાં બૅન્ગલોરમાં આવેલા સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના કૅમ્પસમાં છે. બન્ને ટીમના પ્લેયર લૉકડાઉન પતે એટલે ફીલ્ડ પર પોતાનો દમ બતાવવા આતુર છે. નવજોતે કહ્યું કે ‘હું માનું છું કે પ્લેયરો માટે ફિટનેસ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમારી ફિટનેસ બરાબર હશે તો તમે ફીલ્ડ પર ૬૦ મિનિટ સારું પ્રદર્શન કરી શકશો. આ લૉકડાઉનમાં પણ અમારે અમારી ફિટનેસ પર ધ્યાન આપવાનું છે અને કસરત કરવાની છે. કસરત એ વાતની પુષ્ટિ કરે કે અમે ફીલ્ડ પર કેવું પર્ફોર્મ કરી શકીએ છીએ. ટૉપ લેવલની હૉકી રમવા માટે લયમાં આવતાં અમને થોડા દિવસ જ લાગશે.’
નવજોત ઉપરાંત તેમના સાયન્ટિફિક ઍડ્વાઇઝર લૉમ્બર્ડે પણ મહિલા હૉકી પ્લેયરની ફિટનેસ સારી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK